Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મુંબઈના આકાશમાં રાત્રે ગાજવીજ અને વીજળીના ચમકારા શરૂ: કેટલેક સ્થળે હળવો વરસાદ પણ ચાલુ થયો: રાડારમા રાયગઢ પાસે મોટું ડેવલપમેન્ટ દર્શાઈ રહ્યું છે

મુંબઈના આકાશમાં રાત્રે અત્યારે વીજળી અને ગાજવીજ જોવા મળી રહેલ છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ શરૂ થયો છે. મુંબઈના રાડારમાં મુંબઈ નજીક રાયગઢના સમુદ્ર કિનારે  કોઈ મોટું ડેવલપમેન્ટ આકાર લઈ  રહ્યાનું દર્શાય છે તેમ ટ્વીટર હેન્ડલ ઉપર હવામાન ખાતાના વરિષ્ઠ અધિકારી શ્રી હોશાલીકરે મોડી રાત્રે જણાવ્યું છે.

(12:28 am IST)
  • પોરબંદર અને મહુવા વચ્ચેથી ૧૮મી મેના સવારે સાયકલોન પસાર થશે: ગોવા રાડાર સતત ટ્રેકિંગ કરે છે: કોંકણ, ગોવા, મુંબઇના દરિયા કાંઠે ભારે તોફાની પવન અને અતિ ભારે વરસાદ : સાયકલોન તૌકતે હવે પણજીથી ૧૩૦ કિલોમીટર અને વેરાવળથી ૭૩૦ કિલોમીટર દૂર છે. આ સાયકલોન પોરબંદર અને મહુવા વચ્ચેથી ૧૮મી મેના સવારે પસાર થશે. ગોવા રાડાર સતત તેને ટ્રેકિંગ કરી રહેલ છે. કોંકણ, ગોવા અને મુંબઇના દરિયા કાંઠે ભારે તોફાની પવન અને અતિ ભારે વરસાદ પડી રહ્યાનું મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરીએ જાહેર કર્યું છે. access_time 2:42 pm IST

  • તાઉતે વાવાઝોડાની સુરતમાં અસર દેખાઈ : શહેરમાં વાદળછાયા વાતાવરણમાં પુરઝડપે પવન ફૂંકાયો : શહેરના રાંદેર સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા: કેટલાક વિસ્તારમાં તુફાની પવન સાથે પતરા ઉડ્યા: તુફાની પવન અને વરસાદી છાંટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 5:32 pm IST

  • રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ અને ખંભાળિયા પંથકમાં મીની વાવાઝોડું ફુંકાયું : તોફાની પવન સાથે અનેક સ્થળોએ વરસાદ : ભારે પવન ફુંકાતા વીજ પુરવઠો ઠપ્પ : અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ access_time 11:50 pm IST