Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

દેશના ૩૦ મ્યુ. કોર્પોરેશનોમાં કોરોનાના ૭૯ ટકા કેસ

કોરોના અંગેની વિશેષ મંત્રીમંડળીય બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રીએ વિસ્તૃત માહિતી આપી

નવી દિલ્હી, તા. ૧૬ : કોરોનાનો પ્રસારતો તેજ છે, પરંતુ ૭૯ ટકા કેસ ૩૦ મ્યુ. કોર્પોરેશનો સુધી મર્યાદીત છે. સરકારી આંકડાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ ૮૧૮૦૦ કેસોમાંથી એકલા મુંબઇમાં ૧૬,૭૩૮, દિલ્હીમાં ૮૮૯પ, અમદાવાદમાં ૬૯૧૦, અને ચેન્નાઇમાં પ૬૩૭ કેસ છે. આ ૮૧ હજારથી વધુ કેસમાંથી અંદાજે ર૭ હજાર લોકો સ્વસ્થ થયા છે. સોમવારથી લોકડાઉન ૪-૦ દરમ્યાન વધુ છુટ આપવાની સંભાવનાને જોઇને સરકારે કોરોનાને નગર નિગમોની મર્યાદામાંં જ સમાપ્ત કરવા માટેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. બીજી બાજુ છેલ્લા સપ્તાહ સુધી કોરોનાફેલાવાની રફતારમાં આવેલી તેજી એકવાર ફરી અટકેલી જોવા મળી છે. અને સંક્રમિતોની સંખ્યા હવે બેગણી થવામાં ૧૦ દિવસનો સમય વધીને ૧ર દિવસ થયો છે.

કોરોના પર ગોઠત વિશેષ મંત્રી મંડળની બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન દેશમાં કોરોનાની સ્થિતિની વિસ્તૃત માહિતી રજૂ કરી હર્ષવર્ધનના જણાવ્યા મુજબ સૌથી વધુ કોરોના કેસ વાળા ૩૦ મ્યુ. કોર્પોરેશનોની સ્થિતિથી નિપટવા માટે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. કેન્દ્રીય ટીમ સ્થાનીક તેમજ રાજય પ્રશાસનની સાથે મળીને સતત કામ કરી રહી છે. તેના હેઠળ સંક્રમણને શરૂમાં જ માલુમ કરવા માટે વધુમાં વધુ તપાસ અને દર્દીઓને યોગ્ય સારવાર કરવાના પ્રયત્નો કરાઇ રહ્યા છ. હર્ષવર્ધન મુજબ આ ૩૦ મ્યુ. કોર્પોરેશનોમાં કોરોનાના કુલ કેસમાં તેજીવત વધારા છતાં દેશભરમાં દરરોજ વધારાની રફતાર સાથે પહેલાની સરખામણીએ ફરી હળવી થઇછે. જે હવે પહેલા જયારે ૩ કે ૪ દિવસમાં કેસ ડબલ થઇ રહ્યા હતાં.

(2:43 pm IST)