Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

આ મહિનાના અંતમાં નવી શિક્ષણ નીતિ રજૂ થશે

કલાસરૂમ પરની નિર્ભરતા ઘટશે : ઓનલાઇન શિક્ષણ અને નવા પાઠ્યપુસ્તક અંગે એનસીઇઆરટીએ આપ્યો પ્રસ્તાવ

નવી દિલ્હી તા. ૧૪ : કોરોના સંકટ વચ્ચે દેશની શિક્ષણની રાહ હવે પ્રસ્તાવિત નવી શિક્ષણ નીતિમાં ફેરફારો સાથે થશે. આ ફેરફારોને કેટલાક બદલાવોની સાથે આ મહિનાના અંતમાં લાવવાની તૈયારી છે. જેમાં ઓનલાઇન શિક્ષણના રોડમેપની સાથે આગળની શિક્ષણના રોડ મેપની સાથે એક એવું મોડલ હશે. જેમાં કલાસરૂમની નિર્ભરતા ઘટશે, સાથે જ એવી વિષય વસ્તુ ઉપલબ્ધ કરાવાશે. જેમાં ગોખવાનું ઓછું પરંતુ કલ્પનાશીલતાને વધુ પ્રાધાન્ય અપાશે. હાલમાં નીતિને લાવ્યા પહેલા એનસીઇઆરટીએ મંત્રાલયને એવા જ કેટલાક મહત્વના પ્રસ્તાવ આપ્યા છે.

જો કે પ્રસ્તાવિત નીતિને લાવવામાં પહેલા જ ખૂબ જ મોડું થયું છે. એવામાં તેના માટે ઉપયુકત તકની શોધખોળમાં લાગેલા માનવ સંશાધન વિકાસ મંત્રાલયને હવે તેની લાવવાની સારી તક છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના સંકટને જોઇને શિક્ષણના ક્ષેત્રમાં જોઇએ તો ફેરફાર ખૂબ જ જરૂરી છે. એવામાં આ બદલાવને યોજનાબધ્ધ રીતે લાગુ કરવાની વાત કરી રહ્યા છે. જો કે તેને તત્કાલીન તરીકે લાગુ કરવાનું થોડું મુશ્કેલ થશે પરંતુ જે પણ ફેરફારો કરાશે તે નીતિ મુજબ હોય તો આવતા સત્રમાં એટલે કે એપ્રિલ ૨૦૨૦માં તેને અપનાવામાં વધુ સરળતા રહેશે સાથે જ ત્યાં સુધીમાં પુસ્તકો પણ તૈયાર થશે. આ બધાની વચ્ચે એનસીઇઆરટીએ શાળાના પાઠય પુસ્તકોમાં બદલાવો અંગે માનવ સંશાધન વિકાસ મંત્રાલયને એક પ્રસતાવ આપ્યો છે. સાથે જ નવા પાઠય પુસ્તકને તૈયાર કરવા માટે વિશેષજ્ઞોની અંદાજે ૨ ડઝન કમિટિઓનું ગઠન કરાશે. તે અંગે કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.

(11:29 am IST)