Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કોરોનાના નવા કેસ છતાં યુરોપીયન દેશ સ્લોવેનિયાએ પોતાની બોર્ડર ખોલી નાંખી

નાનકડા દેશની સરહદ ઇટાલી સાથે જોડાયેલી છે.

યુરોપીયન દેશ સ્લોવેનિયાએ પોતાની બોર્ડર ખોલી નાંખી છે. સાથે જ એલાન કર્યુ છે કે સ્લોવેનિયામાં કોરોના વાયરસ મહામારી ખતમ થઇ ચુકી છે. જો કે હજુ પણ સંક્રમણના નવા કેસ નોંધાઇ રહ્યા છે. સ્લોવેનિયામાં બે મહિના પહેલા કોરોના વાયરસની મહામારીનો કેર શરૂ થયો હતો.

 સ્લોવેનિયાના પીએમ જનેજ જનસાએ કહ્યું કે યુરોપમાં મહામારીના સંકટને જોતા વર્તમાન સમયમાં અમારી સ્થિતિ ઘણી સારી છે. આ કોઇ સામાન્ય મહામારી નથી. પહાડોથી ઘેરાયેલા આ નાનકડા દેશની આબાદી 20 લાખ છે. તેની સરહદ ઇટાલી સાથે જોડાયેલી છે. ગુરૂવાર સુધીમાં સ્લોવેનિયામાં કોરોના વાયરસના કુલ 1500 કેસ નોંધાયા હતા. જ્યારે કે 103 લોકોના મોત નિપજ્યા હતા. કોરોનાની ગતિ ધીમી પડતા સરકારે દેશની સરહદ યુરોપીયન સંઘના નાગરીકો માટે ખોલી નાંખી છે.

(12:00 am IST)