Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

બ્રિટની સ્પીયર્સના કરોડો ચાહકો માટે આધાતજનક : બીમારીના કારણે હવે ક્યારેય નહી કરી શકે પર્ફોમ !

બીમારી સામે ઝઝૂમતી બ્રિટનીના મેનેજરનું નિવેદન ફેન્સ માટે નિરાશાજનક

નવી દિલ્હી :પોતાના પર્ફોર્મથી કરોડો ચાહકોની પ્રિય બ્રિટની સ્પીયર્સ (Britney Spears) ના ફેન્સ માટે  આધાતજનક અહેવાલ આવ્યા છે પોતાની ગાયિકી અને પર્ફોર્મથી લોકોનું હૃદય જીતનાર બ્રિટની સ્પીયર્સ અંગે એવી શકયતા વ્યક્ત કરાઈ છે કે તે હવે ક્યારે પણ પર્ફોમ નહી કરે. આ વાતની માહિતી તેના મેનેજર લેરી રુડોલ્ફ (Larry Rudolph)એ આપી હતી

 . એક ઇન્ટરવ્યુમાં લેરીએ કહ્યું કે, મે તેની અડધાથી વધારે જીવનમાં તેની સાથે રહ્યો છું, તે મારી પુત્રી જેવી છે. આ મારા માટે ખુબ જ ભાવનાત્મક સમય છે. હું ઇચ્છું છું કે તે ખુશહાલ અને શાંતી ભરેલું જીવન શોધે. હવે તે માત્ર પોતાનાં કેરિયરની વાત નથી, પરંતુ હવે તેનું જીવનની વાત છે. આ પ્રકારે બ્રિટની સ્પીયર્સ (Britney Spears)ના ફેન્સને આઘાત લાગી શકે છે. 

   અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના દિવસો બ્રિટની સ્પીયર્સ (Britney Spears) ડિપ્રેશનની બિમારી સામે જઝુમી રહી છે. બ્રિટનીના પહેલા આલ્મબમ 'Baby...One More Time'1999 માં રિલીઝ થયું હતું. પોતાના પહેલા આલ્બમથી જ બ્રિટની પોપ સિંગીગના વિશ્વમાં અનોખી સફળતા પ્રાપ્ત કરી હતી. ડિપ્રેશનના કારણે લાંબા સમયથી તેનો કોઇ પણ આલ્બમ રિલિઝ તઇ શક્યો નથી. એવામાં બ્રિટની સ્પીયર્સ (Britney Spears)ના મેનેજરનું આ નિવેદન ફેન્સને નિરાશ કરનારુ છે. 

   મેનેજર લેરી રુડોલ્ફે કહ્યું કે, બ્રિટની સ્પીયર્સ (Britney Spears)નું તમામ ફોકસ પોતાની બિમારીને ઠીક કરવા પર છે. તે આના માટે ઘણા પ્રયાસો પણ કરી રહી છે. બ્રિટની સ્પીયર્સ  (Britney Spears) નું હાલના સમયમાં સાઇકોલોજિકલ ઇવેલુએશન ચાલી રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બ્રિટની ઝડપથી ડિપ્રેશનમાંથી બહાર આવી જશે.

(12:19 am IST)
  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST

  • તૈયાર થઇ ગયેલ મકાનો ઉપર ઉંચી માત્રાનો જીએસટી વસુલવામાં આવશેઃ સીબીઆઇની જાહેરાત access_time 4:28 pm IST

  • રાજકોટમાં ગરમીમાં ઘટાડોઃ ૩૮.૪ ડીગ્રી : ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. access_time 3:56 pm IST