Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

આતંકીઓનો ખાત્મો બોલાવવા ભારતીય સેનાના ત્રણેય પાંખના કમાન્ડોની સ્પેશિયલ કમાન્ડો ફોર્સની રચના

મેજર જનરલ એકે ઢીંગરાને નવી ફોર્સની કમાન સોંપાઈ

 

નવી દિલ્હી :આતંકવાદ અને ઓચિંતી આવેલ મુશ્કેલીઓનો સામનો કરવા ભારતીય સેનાએ સ્પેશિયલ કમાન્ડો ફોર્સની રચના કરી છે. જેની કમાન મેજર જનરલ એકે ઢીંગરાને સોંપવામાં આવી છેભારતની ત્રણેય સેનામાંથી કમાન્ડોની બનેલી નવી ફોર્સ આતંકવાદીઓનો ખાતમો કરશે.

   ભારતીય સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોના સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝનના પ્રથમ ચીફની નિમણૂક કરી છે. મેજર જનરલ .કે ઢીંગરા સશસ્ત્ર દળોના સ્પેશિયલ ઓપરેશન્સનો હવાલો સોંપાયો છે. ત્રણેય સેનાના કમાન્ડો ડિવિઝનના ભાગ હશે.

   મેજર જનરલ એકે ઢીંગરા વિશે વાત કરીએ તો તેઓને સ્પેશિયલ ફોર્સિસનો સારો અનુભવ છે. તેમને સ્પેશિયલ ફોર્સના દિગ્ગજ માનવામાં આવે છે. ઢીંગરા 1 પૈરા સ્પેશિયલ ફર્સ રેજિમેંટથી આવે છે અને તેમણે અમેરિકામાં સ્પેશિયલ ઓપરેશન્સનો કોર્સ પણ કર્યો છે. જ્યારે ભારતે શ્રીલંકામાં પીસકીપિંગ ફોર્સ મોકલી હતી ત્યારે મેજર ઢીંગરા પણ શ્રીલંકામાં ભારતીય પીસકીપિંગ ફોર્સનો એક ભાગ હતા.

આમ તો ત્રણેય સેનાએ મળીને ઘણા ઓપરેશન્સને અંજામ આપ્યા છે. પરંતુ પહેલીવાર બનશે કે જ્યારે ત્રણેય સેનાની સૌથી ખતરનાક ફોર્સ એક નિયંત્રણ બોર્ડ હેઠળ કામ કરશે.

(11:59 pm IST)