Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

કાશ્મીરના કિશ્તવાડ અને રામબન બન્યા નવા આતંકવાદના અડ્ડાઃ નવા વિસ્તારોમાં ત્રાસવાદ ફેલાવવાનું ષડયંત્ર

જમ્મુ તા. ૧૬ :.. કાશ્મીરમાં આતંકવાદ હવે દક્ષિણ તરફ આગળ વધી રહ્યો છે. ડોડા જીલ્લાના કિશ્તવાડ અને રામબનનો વિસ્તાર આતંકવાદીઓના નવા ઠેકાણા રૂપે સામે આવી રહ્યો છે. કિશ્તવાડમાં આતંકવાદનો પગરવ સાંભળીને લોકો કાંપી ઉઠયા છે. બે રાજકીય નેતાઓ સહિત ચાર હત્યાઓ અને આતંકવાદીઓનું ફરીથી સક્રિય થવું પ્રશાસનથી માંડીને સુરક્ષા એજન્સીઓ સુધીના વિચાર કરતા થઇ ગયા છે. કિશ્તવાડમાં ૧૯૯૦ ની સાલ જેવું વાતાવરણ બની રહયું છે. બજાર સાંજ થતાં જ સુમસાન થઇ જાય છે.

રામબન જીલ્લાનો ગૂલ વિસ્તાર ર૦૦૭ થી શાંત હતો. આતંકવાદી સંગઠનો દ્વારા ફરીથી આ શાંત વિસ્તારને નિશાન બનાવવાના ષડયંત્રના ભાગરૂપે લશ્કર એ તૈયબાએ પોતાના બે આતંકવાદીઓને અહીં મોકલ્યા હતાં. ખીણમાં ઓપરેશન ઓલ આઉટ હેઠળ આતંકવાદીઓના થઇ રહેલા આતંકવાદીઓના ખાતમાના કારણે તે લોકો નવા વિસ્તારોમાં પોતાના મુળીયા ફેલાવવાનું ષડયંત્ર રચ્યું છે. આના માટે જ ગુલ વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે જેથી ફરીથી અહીં આતંકવાદને જીવતો કરી શકાય. ચિનાબ રીજીયનની સાથે જ પીરપંજાલ વિસ્તારમાં ફરીથી આતંકવાદનો દોર શરૂ કરવાનું ષડયંત્ર પણ હોઇ શકે છે.

સુરક્ષા દળોના સુત્રોનું માનવું છે કે ખીણ વિસ્તારમાં સખ્તાઇના કારણે આતંકવાદીઓએ સુરક્ષિત જગ્યાઓએ આશરો લીધો છે. હવે તેમને ડર સતાવી રહ્યો છે કે મુવમેન્ટની માહિતી મળતા જ સુરક્ષા દળોના હાથે તેમનું મોત થશે. આ કારણે આતંકવાદી સંગઠનોએ જમ્મુ રીજીયન તરફ રૂખ કરવાનું ષડયંત્ર રચ્યું છે. ચિનાબ રિજીયનના કિશ્તવાડમાં આતંકવાદીઓ બે  બનાવમાં ચાર લોકોની હત્યા કરી હતી. હવે પીર પંજાબ વિસ્તારમાંથી પણ લશ્કરના બે આતંકવાદીઓ પકડાઇ ગયા છે.

(3:53 pm IST)