Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ગુલામ નબી આઝાદનો દાવો

ચૂંટણી પરિણામો પછી એનડીએના અનેક સાથીઓ ભાજપ છોડી દેશે

નવી દિલ્હી તા. ૧૬ : લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે દાવો કર્યો છે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જેવા નેતાની મદદથી દિલ્હીમાં બિન-ભાજપ સરકાર બનાવી શકાય છે. ચૂંટણીના પરિણામો બાદ એનડીએના અનેક સહયોગી ભાજપનો સાથ છોડી શકે છે.

ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, એક વિચારધારા છે...બિન-એનડીએ અથવા તો બિન-ભાજપ વિચારધારા, કેમકે એનડીએમાં પણ કેટલાક ઘટકો એવા છે જે ભાજપ સાથે મળતા નથી. તેઓ સત્ત્।ાને કારણે કે પછી પોતાની મજબૂરીને કારણે ભાજપની સાથે છે. જેમાં અકાળી દળ અને નીતીશ કુમાર પણ હોઇ શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે મુખ્ય લડાઇ આ વખતે ભાજપ વિચારધારા અને બિન ભાજપ વિચારધારા વચ્ચે છે. નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન નહીં બની શકે કેમકે કેન્દ્રમાં બિન-એનડીએ અથવા તો બિન-ભાજપ સરકાર બનશે. આપણે ચૂંટણીના છેલ્લા તબક્કામાં છીએ. હું પ્રચાર માટે સમગ્ર દેશમાં ફર્યો છું પોતાના અનુભવથી કહીં શકું છું કે ના તો ભાજપની સરકાર બનશે, ના તો એનડીએ કેન્દ્રમાં પરત ફરશે.

(3:51 pm IST)
  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • રાજકોટમાં અતુલ મોટર્સનો કર્મચારી પાર્થ ઠાકર ૨૨૫ ગ્રાહકોના વીમા પ્રિમિયમના ૧૯.૬૦ લાખ 'ખાઇ' ગયો!: ઇન્સ્યુરન્સ એકઝીકયુટિવ તરીકે કામ કરતાં વિશ્વનગરના બ્રાહ્મણ શખ્સે ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં ગ્રાહકોની વિમા પ્રિમીયમની રકમ ઉઘરાવી જમા જ ન કરાવીઃ કંપનીના સીઇઓ સમર્થ ચાંદ્રાની એ-ડિવીઝનમાં ફરિયાદઃ આરોપી સકંજામાં access_time 11:22 am IST

  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST