Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

હવે આધાર કાર્ડની જેમ જ પર્સનલ હેલ્થ આઇડેન્ટિફાયર નંબર મળશે : બ્લુ પ્રિન્ટ તૈયાર

પીએચઆઇ નંબર મળ્યા પછી દર્દીની હેલ્થ વિગતો એક કલીકમાં મળી જશે

નવી દિલ્હી તા. ૧૬ : દેશમાં પહેલીવાર લોકોને 'આધાર' કાર્ડની માફક પર્સનલ હેલ્થ આઇડેન્ટિફાયર (પીએચઆઇ) નંબર આપવા માટે એક બ્લુ પ્રિન્ટ તૈયાર થઇ છે. આ નંબરથી કોઈપણ વ્યકિતની સંપૂર્ણ હેલ્થ વિગતો એક કિલક પર મળી શકશે. પીએચઆઈ નંબર મળ્યા પછી કોઈ પણ દર્દીએ રિપોર્ટ સાથે નહીં રાખવો પડે અને ના તો ડોકટરને જાણ કરવી પડશે કે તેને કયારે કઇ બીમારી થઇ હતી.ઙ્ગ

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન જે. સત્યનારાયણના વડપણ હેઠળ બનેલી કમિટિમાં આરોગ્ય મંત્રાલય, નીતિ કમિશન, ઇલેકટ્રોનિક અને ઇન્ફર્મેશન પ્રાદેશિક મંત્રાલય, એનઆઈસીના અધિકારીઓ, એઇમ્સના ડોકટર સહિત કુલ ૧૪ અધિકારીઓ તેમજ નિષ્ણાતો સામેલ છે. સમિતિએ આરોગ્ય મંત્રાલયને યોજનાને ઙ્ગબ્લ્યુ પ્રિન્ટ સોંપી છે.

તેમણે આરોગ્ય મંત્રાલય, ઇલેકટ્રોનિક અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય સાથે મળીને ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની અને માય હેલ્થ એપ અને ઇન્ડિયન હેલ્થ પોર્ટલ બનાવવાની પણ ભલામણ કરી છે, જેથી દર્દીઓ જયારે ઇચ્છે ત્યારે હેલ્થ રિપોર્ટ જોઇ શકે. પીએચઆઈ નંબરમાં નામ-સરનામું, માતા-પિતા અથવા પત્નીનું નામ, ઉંમર, જેન્ડર, મોબાઇલ નંબર, કોઈપણ પ્રકારનો ફોટો ઓળખપત્ર, કુટુંબના સભ્યોની માહિતી પણ સામેલ હશે.

આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અહેવાલ પર સ્ટેક હોલ્ડર્સ સાથે સાથે સામાન્ય લોકોની પણ સલાહ લેવામાં આવશે. ત્યારબાદ ઇલેકટ્રોનિક એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય સાથે મળીને તેનું પ્લેટફોર્મ તૈયાર કરાશે.

(3:36 pm IST)