Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મોટી આઇટી કંપનીઓ કર્મચારી ઘટાડી રહી છે

કામગીરીને વધુ અસરકારક બનાવવા માટેનો મુખ્ય હેતુ :કર્મચારીઓ ઘટાડી દેવા માટે અનેક કારણો

બેંગલોર,તા. ૧૬: ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીઝની હાલત હાલમાં સારી દેખાઇ રહી નથી. કારણ કે મોટા ભાગની આઇટી કંપનીઓએ ખર્ચમાં કાપ મુકવાના હેતુસર કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનાના ગાળામાં ટોપ છ કંપનીઓ દ્વારા હજારો   કર્મચારીઓને ઘટાડી દીધા છે. ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધારે જોબ આપવાનર તરીકે ગણવામાં આવ છે. ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીઝ નુ કદ ૧૫૬ અબજ ડોલરની આસપાસ છે. તેમનામાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનાના આંકડા પર નજર કરવામાં આવે તો કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કોગ્નિઝન્ટ, ઇન્ફોસીસ, વિપ્રો, ટેક મહિન્દ્રા દ્વારા તેમના કર્મચારીઓમાં કાપ મુકી દેવામાં આવ્યો છે. કોગ્નિઝન્ટના કેસમાં કર્મચારીઓ સૌથી વધારે ઘટી ગયા છે. ટીસીએસ અને એચસીએલ ટેકનોલોજી ગ્રુપ એકમાત્ર એવી કંપનીઓ છે જે કંપનીઓ દ્વારા કર્મચારીઓ ઉમેરી દેવામાં આવ્યા છે. તમામ છ કંપનીઓએ સાથે મળીને આંકડા પર ધ્યાન અપાય તો કર્મચારીઓમાં ઘટાડો ૪૦૦૦ કર્મચારીઓનો છે. ગયા વર્ષે આજ ગાળામાં કર્મચારીઓ ઉમેરી દેવામાં આવ્યા હતા. બાકીની તમામ કંપનીઓના કર્મચારીઓમાં ઘટાડો થયો છે. મોટી આઇટી કંપની ઇન્ફોસીસે તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.  વિપ્રો દ્વારા પણ કર્મચારીઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે કંપનીઓ દ્વારા કેટલાક કુશળ કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જો કે આ આંકડા અંગે હાલમાં માહિતી મળી શકી નથી.

(3:34 pm IST)