Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

વિપક્ષ ચૂંટણી પંચ પર તૂટી પડયું

મોદીની રેલી માટે જ આજે રાતથી પ્રતિબંધ લદાયો

ચુંટણીપંચના નિર્ણયથી હોબાળો : માયાવતીએ ચૂંટણીપંચના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ : કોંગ્રેસે મોદી - શાહ પર લગાવ્યો આચારસંહિતાના ભંગનો આરોપઃ બીજેપીને ફાયદો પહોંચાડવાના ઇરાદાથી ચૂંટણી પ્રચાર એક દિવસ ઓછો કરવાનો નિર્ણય કરાયો : કોંગ્રેસ

નવી દિલ્હી / કલકત્તા તા. ૧૬ : કલકત્તામાં ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમીત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાબાદ ચુંટણી પંચની કાર્યવાહી પર વિપક્ષ હુમલાવર થઇ ગયું છે. વિપક્ષનો આરોપ છે કે પંચે બીજેપીને ફાયદો પહોંચાડવાના ઇરાદાથી ચુંટણી પ્રચાર એક દિવસ ઓછો કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે આરોપ મુકયો છે. પ્રચાર અભિયાનને એવા સમય પર ખત્મ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. જેનાથી પીએમ મોદીની રેલીઓને મંજુરી આપી શકાય.

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા દરમિયાન ચૂંટણી પંચે બંગાળમાં આજે રાત્રે ૧૦ વાગ્યાથી પ્રચાર કરવા પર રોક લગાવી દીધી છે. આ મામલે ટીએમસી અને કોંગ્રેસ બાદ હવે બહુજન સમાજ પાર્ટીએ પણ ચૂંટણી પંચની કાર્યવાહી પર પ્રશ્ન કર્યા છે. બીએસપી પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે, બંગાળમાં આજે વડાપ્રધાન મોદીની બે રેલીઓ છે...પ્રચાર પર રોક લગાવવી જ હતી તો સવારથી રોક લગાવવામાં કેમ ના આવી?ઙ્ગ ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે.

માયાવતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પ્રચાર પર આજે રાત્રે ૧૦ વાગ્યાથી રોક લગાવી હતી તો આજે સવારથી કેમ રોક લગાવવામાં ના આવી? આ પક્ષપાતપૂર્ણ છે અને ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને તેમના નેતા મમતા બેનરજીને નિશાન બનાવી રહ્યા છે, યોજનાબદ્ઘ રૂપે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ખૂબ જ જોખમી છે અને અન્યાયપૂર્ણ છે. જે દેશના વડાપ્રધાનને શોભતું નથી.

પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા બાદ હવે વિપક્ષી નેતાઓનો રોષ સામે આવી રહ્યો છે. કોંગ્રસે પણ ચૂંટણી પંચે બંગાળમાં કરેલી કાર્યવાહી પણ આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ચૂંટણી પંચ પર કટાક્ષ કરતા ઙ્ગકહ્યું કે, પીએમ મોદી અને અમિત શાહ સતત આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે. ચૂંટણી પંચના નિર્ણયથી મોદીનો રસ્તો સાફ થયો છે.

ઙ્ગચૂંટણી પંચે પીએમ મોદી અને અમિત શાહ સામે સરન્ડર કર્યુ છે. ચૂંટણી પંચે મોદીની રેલીનું પૂરતું ધ્યાન રાખ્યું છે. કોલકાતામાં વિદ્યાસાગરની મૂર્તિ પણ ભાજપે તોડી છે. ચૂંટણી પંચે ભાજપને ફાયદો પહોંચાડ્યો છે. આ જોઈને લાગે છે કે દેશમાં નિષ્પક્ષ ચૂંટણીની પ્રક્રિયા ખતરામાં છે. ચૂ્ંટણી પંચ મૂકપ્રેક્ષક બની રહ્યું છે પણ કોઈ કાર્યવાહી કરતું નથી.

ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આયોગે પીએમ મોદીની ૨ રેલી માટે આજ રાતના ૧૦ વાગ્ય બાદ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. ચૂંટણી આયોગે પીએમ મોદીની રેલીનું ધ્યાન રાખ્યું છે. જો બંગાળમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદવો હતો તો આજ સવારથી કેમ નહીં ?

ચૂંટણી પ્રચાર પર રોકનો નિર્ણય સંવિધાન વિરુધ્ધ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળમાં હિંસા થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સતત આચાર સંહિતાનો ભંગ કરી રહ્યાં છે.

(3:17 pm IST)