Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પેટ્રોલના ભાવમાં રાહત : ડિઝલમાં ૫ પૈસા વધ્યા

નવી દિલ્હી તા. ૧૬ : અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી. સ્થાનિક બજારમાં પેટ્રોલના ભાવમાં સતત બીજા દિવસે રાહત જોવા મળી છે. જયારે ડીઝલના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ જૂના સ્તર (બુધવાર વાળા ભાવ) ૭૧.૧૮ રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર યથાવત રહ્યો. બુધવારે પેટ્રોલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો આવ્યો હતો. આ દરમિયાન પેટ્રોલ લગભગ ૧.૮૨ રૂપિયા તૂટ્યો હતો. આ પ્રકારે ડીઝલમાં પણ ૮૦ પૈસાની મંદી આવી હતી.ઙ્ગ

દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશઃ ૭૧.૧૮ રૂપિયા, ૭૬.૭૭ રૂપિયા, ૭૩.૨૩ રૂપિયા અને ૭૩.૮૫ રૂપિયાના જૂના સ્તર પર યથાવત રહ્યા. બીજી તરફ ડીઝલના ભાવમાં ૫ પૈસાનો વધારો નોંધાયો. આ તેજી બાદ દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં ભાવ ક્રમશૅં ૬૫.૯૧ રૂપિયા, ૬૯.૦૩ રૂપિયા, ૬૭.૬૪ રૂપિયા અને ૬૯.૬૪ ના સ્તર પર જોવા મળ્યા. એનસીઆરમાં આજે પેટ્રોલ ૭૧.૪૦ રૂપિયા અને નોઇડામાં ૭૦.૮૯ રૂપિયા પ્રતિ લીટર પર વેચાઇ રહ્યું છે.      

આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર

પેટ્રોલ

ડીઝલ

અમદાવાદ

રૂપિયા ૬૮.૫૬

રૂપિયા ૬૮.૮૮

રાજકોટ

રૂપિયા ૬૮.૩૯

રૂપિયા ૬૮.૭૩

સુરત

રૂપિયા ૬૮.૫૬

રૂપિયા ૬૮.૯૦

વડોદરા

રૂપિયા ૬૮.૨૯

રૂપિયા ૬૮.૬૧

ગાંધીનગર

રૂપિયા ૬૮.૭૫

રૂપિયા ૬૯.૦૭

(1:28 pm IST)