Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ડીજીટલ જાહેરાત માટે ગુગલ-ફેસબુક સહિત સોશ્યલ મીડીયા ઉપર ભાજપે અધધ ખર્ચ કર્યોઃ કોંગ્રેસ કરતા ભાજપે પ૦૦ ગણા વધુ વાપર્યા

મુંબઇઃ ફેસબુક, ગુગલ અને અન્ય સોશ્યલ  મીડીયા પ્લેટફોર્મ પર રાજકીય એડ આપનારા પક્ષોમાં ભાજપ નંબર-૧ તરીકે ઉપસ્યો છે. ભાજપે સતાવાર એકાઉન્ટમાંથી રૂ. ર૦ કરોડથી વધુ રકમનો ખર્ચ કર્યો છે.

ઇકોનોમીક ટાઇમ્સના એક પ્રસિધ્ધ થયેલા હેવાલ મુજબ ગુગલ, યુટયુબ અને ગુગલ ઉપર રાજકીય એડનો કુલ આંકડો અત્યાર સુધીમાં લગભગ રૂ. ર૭ કરોડે પહોંચ્યો છે. જેમાં ૬૦ ટકા હિસ્સો (વીસેક કરોડ) ભાજપનો છે. કોંગ્રેસના લગભગ રૂ. ર.૭ કરોડની તુલનામાં ભાજપનો ખર્ચ પ૦૦ ટકા વધારે છે. ગુગલ અને ફેસબુક બંન્નેએ લોકસભા ચુંટણી પહેલા ફેબ્રુઆરીમાં ભાજપમાં એડમાં ફન્ડીંગની વિગતો જાહેર કરી શકાય. ફેસબુક પર ભાજપે ફેબ્રુઆરીથી ૧૧ મે સુધીમાં લગભગ રૂ. ૪ કરોડનો એડ ખર્ચ કર્યો છે. જે કોંગ્રેસની તુલનામાં ૨૦૦ ટકા વધુ છે. સમાન ગાળામાં કોંગ્રેસે ફેસબુક પર લગભગ રૂ. ૧.૩ કરોડ ખર્ચ્યા છે.

રાજકીય પ્રચારકો અને એડવર્ટાઇઝર્સના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહે ભાજપ અને કોંગ્રેસના એડ ખર્ચનો તફાવત વધુ મોટો થશે. વડાપ્રધાન મોદી મત વિસ્તાર વારાણસીમાં ૧૯મેના રોજ મતદાન હોવાથી સોશ્યલ મીડીયા પર ભાજપનો ખર્ચ વધવાનો અંદાજ છે.

(1:26 pm IST)