Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

સતામાં ફરી આવીશું તો દેશદ્રોહના કાયદાને વધુ કડક બનાવીશું : રાજનાથસિંહ

નવી દિલ્હીઃ પૂર્વ યુપીના મિરઝાપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બુધવારે ભાજપના કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે કોંગ્રે દેશદ્રોહના કાયદાને સમાપ્ત કરવાની વાત કરે છે પણ ભાજપની સરકાર બનશે તો અમે આ કાયદાને એટલો કડક બનાવી દઈશું કે આંખ દેખાડતા લોકોની આત્મા કંપી ઊઠશે. તેમણે કહ્યું કે પુલવામા હુમલા પછી અમારી સેનાઓએ હવાઈ હુમલા કરી આતંકીઓનો સફાયો કરી નાખ્યો તો કોંગ્રેસે માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પૂછી લીધી. લાશો ગણવાનું કામ ગીધનું હોય છે બહાદુરોનું નહીં.

(1:24 pm IST)
  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST

  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST

  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST