Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

અલ્વર ગેંગરેપ પીડિતાની રાહુલ ગાંધીએ લીધી મુલાકાત : કહ્યું બહુ જલ્દી ન્યાય મળશે : દોષિતો વિરુદ્ધ આકરી કાર્યવાહી થશે

રાહુલ ગાંધીએ કહ્યું મારા માટે આ ભાવનાત્મક મામલો તેમની પાર્ટી ભાજપની જેમ રાજનીતિ નહીં કરે

રાજસ્થાનના અલવરમાં ગેંગરેપનો શિકાર થયેલ મહિલા સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી રાહુલ ગાંધીએ કહ્યું કે પીડિતાને જલદી જ ન્યાય અપાવવામાં આવશે દોષિતો વિરુદ્ધ આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે અને ન્યાયિક પ્રક્રિયાનું ગંભીરતાથી પાલન કરવામાં આવશે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું  તેમની પાર્ટી ભાજપની જેમ રાજનીતિ નથી કરતી.

  રાહુલ ગાંધીએ કહ્યું કે આ મુદ્દો મારા માટે રાજનૈતિક નથી. આ મારા માટે ભાવનાત્મક મામલો છે. હું અહીં રાજનીતિ કરવા નથી આપ્યો બલકે પીડિતા સાથે મુલાકાત કરવા આવ્યો છું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીડિતાને નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મને આ ઘટનાની જેવી જાણકારી મળી, મેં અશોક ગેહલોત સાથે વાત કરી. મારા માટે આ રાજનૈતિક મુદ્દો નથી. પીડિતાના પરિવારને હું મળ્યો. તેમણે ન્યાયની માંગણી કરી. તેમની સાથે ન્યાય કરવામાં આવશે. દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

 રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક અશોક ગેહલોત સાથે મીડિયાને પણ સંબોધિત કર્યા. રાહુલ ગાંધી અલવરમાં પીડિતાના પરિવાર સાથે બુધવારે જ મુલાકાત કરવાના હતા પરંતુ ખરાબ હવામાનના કારણે રાહુલ ગાંધીએ અલવરનો પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં અલવર ગેંગરેપ મુદ્દો છવાયેલો છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પપર વિપક્ષી દળો દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદી સાર્વજનિક મંચ પર પણ અલવર ગેંગરેપનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના અલવરમાં એક 19 વર્ષીય દલિત મહિલા સાથે તેના પતિની સામે જ 26મી એપ્રિલે ગેંગરેપ થયો હતો. કેટલાક નરાધમોએ થાનાગાઝી-અલવર રોડ પર મોટર સાઈકલ લઈને જઈ રહેલા દલિત દંપત્તિને રોક્યા અને પતિની પિટાઈ કરી હતી.અને પતિની સામે જ મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો એક આરોપીએ ઘટનાનો વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. ઘટના બાદ રાજસ્થાન પોલીસ પર લાપરવાહીનો આરોપ લાગી રહ્યો છે.

(12:43 pm IST)