Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પરણીતાને ભગાડી લગ્ન કરનાર યુવકને સમાધાન માટે બોલાવીને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો

ત્રણ મહિલા સહીત પાંચની ધરપકડ ;ચાર હજુ ફરાર

મધ્ય પ્રદેશના ધારમાં મહિલાને ભગાડી જનાર યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિઆમાં વાયરલ થયો છે  ધારમાં 14મેના રોજ પરણિત મહિલાને ભગાડી જનાર યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો  અને આ શખ્સને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો

  મહિલા પર આરોપ હતો કે, તે પોતાના પતિને છોડીને અન્ય યુવક સાથે ભાગી ગઈ અને તેની સાથે લગ્ન કરી લીધા. જે બાદ સમાધાન કરવા પરણિત મહિલાને ધાર બોલાવવામાં આવી હતી. જે દરમ્યાન તેમને માર મારવામાં આવ્યો હતો.

  આ પ્રકારની ઘટના બાદ પોલીસે કેસ દાખલ કરી પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પકડમાં આવેલા શખ્સોમાં ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે કે હજી ચાર આરોપી ફરાર છે. જેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(12:01 pm IST)