Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ભારતીય ગર્ભ નિરોધક ગોળીઓના અમેરિકામાં વેચાણ સામે વિરોધ : પ્રતિબંધ મુકવા યુએસના ૧૧૭ સાંસદોએ કરી અરજી

ભારતથી અમેરિકા સુધી દવા પહોંચાડનાર યુરોપની કંપનીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ

વોશિંગ્ટન તા. ૧૬ : અમેરિકાના ૧૧૭ સાંસદે અમેરિકા ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગને લેખિતમાં અરજી કહ્યું છે કે, ભારતથી જે કંપનીઓ ગર્ભનિરોધક ગોળી અમેરિકામાં લાવીને વેચાણ કરે છે, તેના પર પ્રતિબંધ મુકવામાં આવે. ભારતથી અમેરિકા સુધી દવા પહોંચાડનાર યુરોપની કંપનીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ અમેરિકન સાંસદો દ્વારા કરવામાં આવી છે.

સાંસદોએ એફડીએ આયુકતના નોરમન શાપ્રલેસને પત્રમાં જણાવ્યું કે, એક એકસેસ જેવી યુરોપની કંપનીઓ એફડીએની સુરક્ષાન નિયમોનુ ઉલ્લંધન કરે છે, જેથી મહિલાઓ અને બાળકોના જીવ જોખમમાં મુકાઇ શકે છે.કોંગ્રેસના બન્ને દળોના સાંસદોએ ૧૦ મેંના રોજ લખેલા એક પત્રમાં શાર્પલેસને અપીલ કરી કે, તેઓ અમેરિકી ગ્રાહકોને ગર્ભનિરોધક દવા માઇફપ્રેકસ મેલઓર્ડરથી દવાઓ આપે છે. જેથી આવી વિદેશી કંપનીઓને જેવી કે એક એકસેસ અને રાબ્લન જેવી કંપનીઓ વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવે.

આ પત્રમાં શાર્પલેસે અપીલ પણ કરી કે, એડ એકસેસ મેલ ઓર્ડરથી ગર્ભનિરોધક દવાઓ ઉપલબ્ધ કરાવે છે, જેવી તમામ કંપનીઓ પર તેમની કાર્યપદ્ઘતિ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. અમેરિકામાં આવી કોઇ કંપનીને મંજૂરી આપવામાં નથી. આવી ફકત મેડિકલ અને સરકાર દ્વારા નિયુકત કરેલ વ્યકિત જ દવાઓ આપી શકે.

(11:40 am IST)
  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST

  • વેનેઝુએલા જતી તમામ ફલાઈટો અમેરિકાએ રદ્દ કરી : સલામતી અને સિકયુરીટી કારણોસર વેનેઝુએલા જતી તમામ વિમાની ઉડ્ડયનો અમેરિકાએ રદ્દ કર્યા છે : વેનેઝુએલામાં ભારે રાજકીય અફરાતફરી પ્રવર્તે છે અને સતત તનાવ વધતો જાય છે ઉપરાંત રાજકીય અસ્થિરતા સર્જાયેલ છે. access_time 3:49 pm IST

  • દરમિયાન જેનુ ઉડ્ડીયન થંભી ગયું છે તેમા જેટ એરવેઝમાં રોકાણ કરવા મુંબઇની ડાર્વીન ગ્રુપે માગણી રજુ કરી છે access_time 4:29 pm IST