Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

આ મુસ્લિમ યુવકે હિન્દુ દરદી માટે રકતદાન કરવા રોજા તોડી નાખ્યા

આસામ તા. ૧૬ :.. માનવતા જ સર્વોપરી ધર્મ છે એ વાતનો દાખલો તાજેતરમાં આસામના એક મુસ્લિમ યુવકે આપ્યો છે. પનાલ્લાહ અહમદ નામના એક મુસ્લિમ યુવકે અજાણ્યા દરદીનો જીવ બચાવવા માટે રકતદાન કર્યુ હતું અને એ માટે તેણે રોજા પણ તોડી નાખવો પડયો હતો. વાત એમ હતી કે અહમદનો ફ્રેન્ડ તપસ ભગવતી એક હોસ્પિટલમાં કર્મચારી હતો અને અવાર નવાર રકતદાન કરતો અને કરાવતો હતો.

થોડા દિવસ પહેલાં ગુવાહાટીની અપોલો હોસ્પિટલમાં એક કેન્સરના દરદીને લોહીની અચાનક જરૂર પડી અને એ માટે તપસે તેના ફ્રેન્ડ અહમદને ફોન કર્યો હતો. દરદી હતો. રંગન ગોગોઇ નામનો હિન્દુ યુવક. અહમદ તેને ઓળખતો પણ નહોતો એમ છતાં રકતદાન માટે તૈયાર થઇ ગયો અને બ્લડ ડોનેશન પહેલાં ખાવું-પીવું પડે એમ હોવાથી તેણે રોજા તોડી નાખ્યા હતાં.

(11:37 am IST)