Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ગંગા પુત્ર તરીકે આવેલ નરેન્દ્રભાઇ હવે રાફેલ એજન્ટ તરીકે વિદાય લેશે !! સિધ્ધુ

નવી દિલ્હી તા. ૧૬ : કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ઘુએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંગે વિવાદિત ટિપ્પણી કરી. તેમણે જણાવ્યું કે, ગંગાને સાફ કરવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ. પરંતુ રાફેલમાં ગોટાળો કરવામાં મોદી સરકારને સફળતા મળી. રાફેલમાં અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે પીએમ મોદીએ રાફેલમાં ડીલ કરવી.

જેણે વિમાનનું ટાયર નથી બનાવ્યુ તેને ૩૦ હજાર કરોડ રૃપિયા આપવામાં આવ્યા. પીએમ મોદીએ વાયદો કર્યો હતો. કે, દેશના યુવાઓને રોજગારી અને ખેડૂતોને પાકના યોગ્ય ભાવ આપવાનો વાયદો કર્યો હતો.

પરંતુ આ તમામ વાયદા મોદી સરકારે પૂર્ણ કર્યા નથી.ઙ્ગ સિદ્ઘુએ ભાજપ પર આરોપ લગાવ્યો કે, દેશને બર્બાદ કરવામાં ભાજપનો હાથ છે. જેથીઙ્ગ દેશની જનતા પીએમ મોદીને માફ નથી કરવાની.

(11:27 am IST)
  • દરમિયાન જેનુ ઉડ્ડીયન થંભી ગયું છે તેમા જેટ એરવેઝમાં રોકાણ કરવા મુંબઇની ડાર્વીન ગ્રુપે માગણી રજુ કરી છે access_time 4:29 pm IST

  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST

  • જેટ એરવેઝ ખરીદી લેવા હિન્દુની ગ્રુપ આતરઃ જેટના પાર્ટનર નરેશ ગોયલની મંજુરી માંગી access_time 4:27 pm IST