Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ભગવાધારી ગુંડાઓએ કરેલ હિંસા, બાબરી મસ્જિદ તોડી પાડી તેવી હતી : મમતા કાળઝાળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવો - દેશબહાર કાઢી મૂકો : મોદીએ મારા બંગાળનું અપમાન કર્યુ છે : કોલકતામાં પદયાત્રા : છેલ્લા પાટલે ભાજપ અધ્યક્ષના રોડ શો પાછળ ૧૫ થી ૨૦ કરોડનો ખર્ચ થયો હતો : પ. બંગાળના મુખ્યમંત્રી તૂટી પડ્યા

ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા : કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો : દેશ બહાર કાઢી મુકો : કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું : મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં ૧૫ થી ૨૦ કરોડનો ખર્ચ થયો. પશ્ચિમ બંગાળના આકરા મિજાજના મુખ્યમંત્રી પ્રચંડ ગુસ્સા સાથે ભાજપ ઉપર તૂટી પડ્યા હતા.  મમતા દીદીએ કહ્યું  કે કોલકત્ત્।ામાં ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી : અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો છે : આ નિર્ણંય ચૂંટણી પંચનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો છે : ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે.

(11:25 am IST)