Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો:એક શખ્શએ ત્રિરંગો લઈ ભારત માતાની જય, વંદે માતરમના નારા લગાવ્યા

યોગીને અજયસિંહ બિસ્ટ કહેવું ભારતીય સંસ્કૃતિનું અપમાન : માતા-પિતા વિદેશી મૂળ હોય તેમના પર ચૂંટણી લડવાની પ્રતિબંધ હોવો જોઇએ

નવી દિલ્હી :કોંગ્રેસની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો મચ્યો હતો કોંગ્રેસબ પ્રવક્તા પવન ખેડા પ્રેસને સંબોધિત કરી રહ્યાં હતા.ત્યારે અચાનક એક શખ્સએ હાથમાં તિરંગો લઇને ભારત માતાની જય, વંદે માતરમના નારા લગાવવાનું શરૂ કર્યું હતું.

   આ શખ્સે કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અજય સિંહ બિષ્ટ કહવું ભારતીય સંસ્કૃતિનું અપમાન છે.મીડિયા સાથે વાતચીતમાં શખ્સે પોતાનું નામ નચિકેતા જણાવ્યું અને માગ કરી કે જે લોકોના માતા-પિતા વિદેશી મૂળના છે, તેમના પર ચૂંટણી લડવાની પ્રતિબંધ હોવો જોઇએ.કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે.

   હંગામા બાદ શખ્સને પ્રેસ કોન્ફરન્સમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા રાયબરેલી સદરથી ધારાસભ્ય અદિતિ સિંહના કાફલા પર થયેલા કથિત હુમલાને લઇને પત્રકારોને સંબોધિત કરવાના હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019 માટે મતદાન જ્યારે અંતિમ ચરણમાં છે, 19 મેએ છેલ્લા તબક્કાનું મતદાન થશે. થોડા સમય પહેલા જ રાયબરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહના કાફલા પર હુમલો થયો હતો. જેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આદિતિ સિંહની હત્યાની સાજીશ ગણાવી હતી

(8:52 am IST)