Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પંજાબમાં રાહુલ ગાંધીના મોદી ઉપર આકરા પ્રહાર

ધર્મગ્રંથના અપમાન મુદ્દે અકાળી દળ પર પ્રહાર : મોદીને લાગી રહ્યું છે કે, એક વ્યક્તિ દેશ ચલાવી શકે છે પરંતુ વાસ્તવમાં અહીંના લોકો દેશને ચલાવે છે : રાહુલ

બરગારી,તા.૧૫ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાગે છે કે, માત્ર એક વ્યક્તિ જ દેશ ચલાવી શકે છે જ્યારે સચ્ચાઈ એ છે કે, લોકો આ દેશને ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પંજાબના બરગારીમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, એક સમયે મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મજાક ઉડાવતા હતા પરંતુ હવે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ દેશના લોકો તેમની મજાક ઉડાવી ર્યા છે. રાહુલ ગાંધીએ ફરિદકોટ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ સિદ્દીકી માટે મતદાન કરવા અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ આ દરમિયાન ૨૦૧૫ની એક ઘટનાની વાત કરતા કહ્યું હતું કે, કે, ધાર્મિક ગ્રંથનું અપમાન કરનારાઓને સજા કરવાની વાત પણ કરી હતી. રાહુલે કહ્યું હતું કે,  હું એ ઘટનાને પણ યાદ કરી રહ્યો છું જ્યારે ધર્મગ્રંથના અપમાનનો મામલો સામે આવ્યો હતો. તે સમય દરમિયાન હું અહીં આવ્યો હતો. હું વચન આપું છુકે જેમણે પણ આ ખોટુ કામ કર્યું છે તેમને સજા કરવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ મંગળવારે ધર્મગ્રંથના અપમાન બદલ ભાજપના સાથી પક્ષ શિરોમણિ અકાળી દળ પર પ્રહારો કર્યા હતા. મોદી પર આક્રમક પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાનને એમ લાગી રહ્યું છે કે, એક જ વ્યક્તિ દેશને ચલાવી શકે છે પરંતુ વાસ્તવમાં અહીંના લોકો દેશને ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ આ દરમિયાન રાફેલ જેટનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રાહુલે ચેતવણી આપતા કહ્યું હતું કે, મોદી આ મુદ્દે મારી સાથે ચર્ચા કરે. ભાજપ સરકારના મુખ્ય પગલા નોટબંધી અને જીએસટીની ટિકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ આ નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી દીધી છે અને લોકોને નોકરી છોડવાપર મજબૂત કરી દીધા છે.

(12:00 am IST)
  • રાજકોટમાં અતુલ મોટર્સનો કર્મચારી પાર્થ ઠાકર ૨૨૫ ગ્રાહકોના વીમા પ્રિમિયમના ૧૯.૬૦ લાખ 'ખાઇ' ગયો!: ઇન્સ્યુરન્સ એકઝીકયુટિવ તરીકે કામ કરતાં વિશ્વનગરના બ્રાહ્મણ શખ્સે ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં ગ્રાહકોની વિમા પ્રિમીયમની રકમ ઉઘરાવી જમા જ ન કરાવીઃ કંપનીના સીઇઓ સમર્થ ચાંદ્રાની એ-ડિવીઝનમાં ફરિયાદઃ આરોપી સકંજામાં access_time 11:22 am IST

  • દરમિયાન જેનુ ઉડ્ડીયન થંભી ગયું છે તેમા જેટ એરવેઝમાં રોકાણ કરવા મુંબઇની ડાર્વીન ગ્રુપે માગણી રજુ કરી છે access_time 4:29 pm IST

  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST