Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે : અમિત શાહ

સુરક્ષાના કારણે જ હું જીવતો રહ્યો છું : અમિત શાહ : ટીએમસીના ગુંડાતત્વોએ જ સહાનુભૂતિ માટે ઇશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમાને તોડી પાડી છે : ભાજપ અધ્યક્ષ

નવી દિલ્હી, તા. ૧૫ : પશ્ચિમ બંગાળમાં જારી તંગ માહોલ  અને મંગળવારે અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટીએમને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે ઘણી તસ્વીર દર્શાવીને દાવો કર્યો હતો કે, રોડ શોમાં હિંસા ટીએમસીના લોકોએ કરી અને ટીએમસીના જ ગુંડાતત્વોએ ઇશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમાને તોડી પાડી છે. અમિત શાહે બંગાળમાં ટીએમસીના દિવસો પુરા થઇ ગયા હોવાની જાહેરાત કરતા હ્યું હતું કે, ભાજપ બંગાળમાં ક્લિનસ્વીપ કરવા જઈ રહી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, બંગાળમાં છ તબક્કાાં હિંસા થઇ છે જ્યારે અન્ય રાજ્યમાં આ પ્રકારની કોઇ હિંસા થઇ નથી. તેમણે કહ્યું હતું કે, બંગાળમાં છ કે છ ચરણમાં હિંસા થઇ અને એનો મલતબ એ છે કે, હિંસાનું કારણ ટીએમસી છે ભાજપ નહીં. ગઇકાલે ભાજપના રોડ શોના ત્રણ કલાક પહેલા જે બેનર લગાવાયા હતા તેને હટાવવાનું પણ કામ કરવામાં આવ્યું હતું. પોલીસ મૌનરીતે ઉભી જ રહી હતી. ત્યાં અમારા કાર્યકર્તાઓને ઉકસાવવાનું કામ થયું હતું અને ભાજપના પોસ્ટરો પણ ઉખાડી નાંખવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા મુદ્દે ભાજપના અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે. તેમણે પોતાની રેલીમાં થેયલી હિંસા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યા હતા. આ સાથે જ તેમણે પત્રકારો સમક્ષ પુરાવા તરીકે ત્રણ ફોટા પણ રજૂ કર્યા હતા. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, બંધ રૃમમાં રહેલી વિદ્યાસાગરજીની પ્રતિમાને ભાજપ કેવી રીતે તોડી શકે છે ? આ સાથે જ તેમણે ચૂંટણી પંચ પર પણ બેવડું ધોરણ અપનાવાનો આરોપ લગાવ્યો હતો.  લોકસભા ચૂંટણી ૨૦૧૯ના અંતિમ તબક્કાનું મતદાન બાકી છે અને તેનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કોલકાતામાં તેમના ઉમેદવારના સમર્થનમાં મંગળવારે એક રોડ શોનું આયોજન કરાયું હતું. આ રોડ શો દરમિયાન ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે આવી ગયા હતા અને તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો. આથી એબીવીપી અને ટીએમસી વિદ્યાર્થી પરિષદ વચ્ચે મારામારી અને પથ્થરમારો શરૃ થઈ ગયો હતો. ઘટનાએ હિંસક સ્વરૃપ ધારણ કર્યું હતું. અનેક વાહોનોમાં તોડફોડ અને આગ લગાડવાની ઘટનાઓ થઈ હતી. તોફાનને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.  પશ્ચિમ બંગાળમાં લોકશાહીનું ગળું દબાવાઈ રહ્યું છે. ગઈકાલે ભાજપનો રોડ શો હતો. રોડ શોના ત્રણ કલાક પહેલા જ ભાજપ દ્વારા જે પોસ્ટર-બેનર્સ લગાવાયા હતા, તેને દૂર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક હુમલો નથી કરાયો, પરંતુ ત્રણ હુમલા થયા હતા. કોલકાતામાં સવારથી જ આ પ્રકારના હુમલાની અફવા હતા. પોલીસે કોઈને રોકવાનો પ્રયાસ કર્યો નથી. પથ્થરમારો કરનારા લોકો યુનિવર્સિટીની અંદરથી કરતા હતા.  અમિત શાહે પુરાવા તરીકે કેટલાક ફોટોગ્રાફ મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં એક ફોટામાં તેઓ સીઆરપીએફના કાફલાની મદદથી કેવી રીતે બચ્યા તે દર્શાવે છે. બીજો ફોટો તેમણે યુનિવર્સિટીના ગેટનો ફોટો દર્શાવ્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવતા જણાવ્યું કે, આ ગેટનો દરવાજો બંધ હતો. ભાજપના કાર્યકર્તા ગેટની બહાર હતા, જ્યારે ટીએમસીના કાર્યકર્તા ગેટના અંદરના ભાગમાં હતા.

(12:00 am IST)
  • અમિતભાઇ શાહે કોલકતા બહારથી ગુંડા બોલાવ્યા તેનો અહેવાલ, રાષ્ટ્રીય ચેનલો નહિં દેખાડે કારણ કે તેઓ દલાલ છેઃ મમતા બેનરજી access_time 3:49 pm IST

  • વેનેઝુએલા જતી તમામ ફલાઈટો અમેરિકાએ રદ્દ કરી : સલામતી અને સિકયુરીટી કારણોસર વેનેઝુએલા જતી તમામ વિમાની ઉડ્ડયનો અમેરિકાએ રદ્દ કર્યા છે : વેનેઝુએલામાં ભારે રાજકીય અફરાતફરી પ્રવર્તે છે અને સતત તનાવ વધતો જાય છે ઉપરાંત રાજકીય અસ્થિરતા સર્જાયેલ છે. access_time 3:49 pm IST

  • શ્રીલંકામાં ૧૦૦ જેલભેગા : મુસ્લિમો વિરૂધ્ધ ભડકેલ હિંસા હવે કાબુમાં : સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રી કર્ફયુ : મુસ્લિમોની દુકાનો - મસ્જીદો - નિવાસોને સિંહાલીઓએ નિશાન બનાવ્યા access_time 1:22 pm IST