Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ભાજપ આ વખતે ૩૦૦ સીટના આંકડાને પાર કરી જશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ જીત પશ્ચિમ બંગાળના લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેેશે : રાજપાટ-સત્તા ગુમાવવાના ડરથી મમતા બેનર્જી ગભરાઈ ગયા છે : બંગાળમાં જનસમર્થન જોતા અમે ૩૦૦ સીટોના આંકને પાર કરી દઇશું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કોલકાતા, તા. ૧૫ : પશ્ચિ બંગાળમાં ભડકી રાજનીતિક હિંસાની ઘટનાઓ  વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બારાટમાં એક જનસભાને સંબોધી હતી. રેલી દરમિયાન મમતા બેનર્જી તેમના ટાર્ગેટમાં રહ્યા હતા. તેમણે કહ્યું તું કે, દીદીનો ડર જોઇને અને જનસમર્થન જોઇને હું કી રહ્યો છું કે બંગાળની મદદથી ભાજપ આ વખતે ૩૦૦ સીટના આંકડાને પાર કરી જશે અને જેમાં બંગાળની જનતાની મૂખ્ય ભૂમિકા રહેશે. તેમણે કહ્યું હતું કે, આજે સમગ્ર બંગાળમાં અવાજ ઉઠી રહી છે કે, દીદીની સત્તા હવે જઇ રહી છે અને એટલ તેઓ ડરી ગયા છે. વડાપ્રધાને કહ્યું હતું કે, મમતા બેનર્જી બંગાળીઓની પરંપરાને તોડી છે. તેઓ પોતાના જ પડછાયાથી ડરી ગયા છે. આવું એટલા માટે છે કે, તેમને ખબર  છે કે, તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. આજે બંગાળમાંથી એક જ અવાજ આવે છે કે ૨૦૧૯માં મમતા બેનર્જીનું પત્તુ કપાઈ જશએ. તેમણે કહ્યું હતું કે બંગાળમાં મમતા બેનર્જી જે રીતે હિંસા પર ઉતર્યા છે જેનાથી એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે, બંગાળ અને દેશભરમાં ભાજપ પોતાના દમ પર સંપૂર્ણ બહુમતિ મેળવી લેશે. બંગાળમાં મમતા બેનર્જીનો ડર અને જનસમર્થન જોઇને કહી રહ્યો છું કે બંગાળની મદદથી ભાજપ આ વખતે ૩૦૦ સીટોના આંકડાને પાર કરી જશે અને તેમાં બંગાળની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું હતું  કે, મમતા બેનર્જીને લાગી રહ્યું હતું કે અહીંના લોકો સાથે છેતરપિંડી કરીને, ડરાવીને, ધમકાવીને રાજ કરતી રહેશે પરંતુ જ્યાંથી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવિંદ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોસ જેવા મહત્વપૂર્ણ લોકો જન્મ્યા છે તે ધરતીના લોકો મમતાને બર્દાસ્ત નહીં કરે.

બંગાળના લોકોએ મન બનાવી લીધું છે કે, મમતા બેનર્જીને સત્તાથી બહાર કરી દેવાના છે. હાલમાં જ બંગાળમાં થયેલી રાજનીતિક હિંસા પર બોલતા મોદીએ કહ્યું હતું કે, રાજપાટ ગુમાવવાના ડરથી મમતા ભડકશે નહીં તો બીજુ શુ કરશે. મમતા બેનર્જીએ પોતાનું એ સ્વરુપ દર્શાવ્યું છે જેના ગવાહ દિલ્હીમાં બેઠેલા તેમના દરબારી છે. ભાજપ યુવા મોરચાના નેતા પ્રિયંકા શર્માની ધરપકડને લઇને પણ મોદીએ મમતા પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું ે, બંગાળની દિકરીઓ સવાલ પુછે છે કે ૪-૫ વર્ષ પહેલા મમતાએ આવો જ ગુસ્સો દર્શાવ્યો હતો. જેનો વિડિયો આજે પણ સોશિયલ મિડિયા પર છે. મમતાને આજે ફરી એકવાર બંગાળની દિકરી પર ગુસ્સો આવ્યો છે અને તેને જેલમાં મોકલી દીધી છે. એક ફોટા માટે આટલો ગુસ્સો? મમતા તમે પોતે જ ચિત્રકાર છો, તમારી પેઇન્ટિંગ્સ તો કરોડોમાં વેચાઈ છે. તમે મારી ખરાબમાં ખરાબ તસ્વીર બનાવો અને ૨૩મી મે બાદ જ્યારે હું ફરી વડાપ્રધાન બનું તો તે ચિત્રને મને ભેંટમાં આપશે જેનો હું પ્રેમથી સ્વીકાર કરીશ. જિંદગીભર પોતાની પાસે રાખીશ, કોઈપણ એફઆઈઆર પણ નોંધવવામાં આવશે નહીં.

(12:00 am IST)
  • અમેરિકના પ્રાંત અલબામામાં ગર્ભપાત પર લાગ્યો પ્રતિબંધ :આરોપી ડોક્ટરને મળશે 99 વર્ષની જેલસજા :અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધવાળા વિધેયકને પસાર કર્યો ; વિધેયકની જોગવાઈ મુજબ ગર્ભપાત કરનાર ડોક્ટરને 99 વર્ષની જેલ થશે access_time 1:06 am IST

  • અમિતભાઇ શાહે કોલકતા બહારથી ગુંડા બોલાવ્યા તેનો અહેવાલ, રાષ્ટ્રીય ચેનલો નહિં દેખાડે કારણ કે તેઓ દલાલ છેઃ મમતા બેનરજી access_time 3:49 pm IST

  • રાજકોટમાં અતુલ મોટર્સનો કર્મચારી પાર્થ ઠાકર ૨૨૫ ગ્રાહકોના વીમા પ્રિમિયમના ૧૯.૬૦ લાખ 'ખાઇ' ગયો!: ઇન્સ્યુરન્સ એકઝીકયુટિવ તરીકે કામ કરતાં વિશ્વનગરના બ્રાહ્મણ શખ્સે ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં ગ્રાહકોની વિમા પ્રિમીયમની રકમ ઉઘરાવી જમા જ ન કરાવીઃ કંપનીના સીઇઓ સમર્થ ચાંદ્રાની એ-ડિવીઝનમાં ફરિયાદઃ આરોપી સકંજામાં access_time 11:22 am IST