Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

યુ.કે.સ્થિત ભારતીય મૂળની મહિલા મિત્તલના હત્યારા પતિ લોરેન્સને ઉમરકેદ : ચાકુ તૂટી ગયું ત્યાં સુધી ઉપરાછાપરી 59 ઘા માર્યા

લંડન : યુ.કે.સ્થિત ભારતીય મૂળની મહિલા મિત્તલના હત્યારા પતિ લોરેન્સને બ્રિટિશ કોર્ટએ ઉમરકેદની સજા ફરમાવી છે. આરોપી લોરેન્સ બ્રાન્ડે ગત વર્ષે ક્રિસમસના દિવસે ઝગડાં બાદ ઘટનાને અંજામ આપ્યો હતો, તેણે પત્ની એન્જલા મિત્તલ (41)ની હત્યા કરવા માટે બે ચાકૂનો ઉપયોગ કર્યો હતો.  હત્યા સમયે જ્યારે એક  ચાકૂ તૂટી ગયું તો તે  કિચનમાં જઇને બીજુ ચાકૂ લઇ આવ્યો હતો . તેણે  ઉપરાછાપરી 59 ઘા માર્યા પછી પણ મિત્તલ જીવિત હોવા છતાં તેણે એમ્બ્યુલન્સ બોલાવવાને બદલે પોલીસને ફોન કર્યો હતો.તેના આ જઘન્ય અપરાધને ધ્યાને લઇ કોર્ટએ ઉપરોક્ત સજા ફરમાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:42 pm IST)
  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST

  • અમદાવાદના શાહીબાગમાં રખડતા ઢોરને લઇ પોલીસનું કડક વલણઃ પોલીસે ઢોરના માલીકોની ધરપકડ કરીઃ જાહેર રોડ ખુલ્લા ઢોર મુકવા બદલ નોંધાયો ગુનો access_time 3:21 pm IST

  • રાજકોટમાં અતુલ મોટર્સનો કર્મચારી પાર્થ ઠાકર ૨૨૫ ગ્રાહકોના વીમા પ્રિમિયમના ૧૯.૬૦ લાખ 'ખાઇ' ગયો!: ઇન્સ્યુરન્સ એકઝીકયુટિવ તરીકે કામ કરતાં વિશ્વનગરના બ્રાહ્મણ શખ્સે ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં ગ્રાહકોની વિમા પ્રિમીયમની રકમ ઉઘરાવી જમા જ ન કરાવીઃ કંપનીના સીઇઓ સમર્થ ચાંદ્રાની એ-ડિવીઝનમાં ફરિયાદઃ આરોપી સકંજામાં access_time 11:22 am IST