Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

હેલમેટ નહીં પહેરે તેને પેટ્રોલ નહીં મળેઃ ઉત્તર પ્રદેશમાં નોઇડામાં 1 જુનથી અમલવારી

નવી દિલ્હી: રોડ અકસ્માત પર લગામ કસવાના હેતુથી ઉત્તર પ્રદેશના નોઇડા તથા ગ્રેટર નોઇડા વહિવટીતંત્રએ ટ્રાફિકના નિયમોમાં કડકાઇ કરી છે. સ્થાનિક વહિવટી તંત્રએ હેલમેટ વિનાના દ્વિચક્રી વાહનોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિયમ 1 જૂનથી લાગૂ થશે. નવા નિયમ અનુસાર જિલ્લાધિકારીએ બધા પેટ્રોલ પંપ સંચાલકો અને સંબંધિત વિભાગને નોટિફિકેશન જાહેર કરી દીધું છે. નવો નિયમ લાગૂ થતાં પહેલાં 5 દિવસ જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે.

જિલ્લાધિકારી બૃજેશ નારાયણ સિંહે જિલ્લાના બધા પેટ્રોલ પંપ સંચાલકો સાથે મંગળવારે એક બેઠક કરી અને બેઠકમાં નવા નિયમ વિશે બધાને માહિતગાર કરાવી દીધા. જિલ્લાધિકારીએ નિર્દેશ જાહેર કર્યા છે કે એક જૂનથી નવા નિયમનો કડકાઇપૂર્વક પાલન થવું છે.

પેટ્રોલ પંપો પર સીસીટીવી કેમેરા જરૂરી

ડીએમ બૃજેશ નારાયણ સિંહે બેઠકમાં પેટ્રોલ પંપ સંચાલકોને કહ્યું કે તે પોત-પોતાના પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા જરૂર લગાવી લે જેથી હેલમેટ પહેર્યા વિના પેટ્રોલ લેવા માટે આવનરા લોકોનો ફોટો લેવામાં આવે. અને વિવાદની સ્થિતિમાં સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજની મદદ લઇ શકાય.

5 દિવસનું જાગૃતતા અભિયાન

જિલ્લાધિકારીએ એ પણ જણાવ્યું કે હેલમેટ પહેરવાને લઇને જનપદમાં 5 દિવસનું જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનમાં રોડ અકસ્માત વિશે લોકોને જણાવવામાં આવશે અને હેલમેટ પહેરવાના ફાયદા વિશે માહિતગાર કરાવવામાં આવશે. જિલ્લાધિકારીએ જણાવ્યું કે રોડ અકસ્માતમાં થનાર મોતમાં સૌથી વધુ મોટ હેલમેટ વિનાના લોકોની થાય છે.

મોટર વ્હિકલ અધિનિયમ 1988 ની કલમ 129 હેઠળ ટૂ-વ્હીલર ચાલક થા સવારી દ્વારા કોઇપણ ટૂ-વ્હીલર પર મુસાફરી કરતી વખતે હેલમેટ પહેરવું જરૂરી છે. દ્વીચક્રી વાહન ચલાવતી વખતે હેલમેટ ન પહેરવું આઇપીસી કલમ 188 હેઠળ એક ગુનો છે અને કલમનું ઉલ્લંઘન પર 6 મહિના સુધી કેદ થઇ શકે છે.

(5:48 pm IST)