Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવાના એંધાણઃ અમેરિકા ઇરાન પર ચઢાઇ કરવાના મુડમાં

નવી દિલ્હી: અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. ડોનાલ્ડ ટ્રંપની સરકાર જે પ્રકારે નિર્ણય લઇ રહી છે તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકા ઇરાન પર યુદ્ધ માટે ચઢાઇ કરી શકે છે. જોકે સાઉદી અરબ તેલના ટેન્કરો પર હુમલો થયો છે. સાઉદી અરબ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત અરબ અમીરાત (UAE)ના વોટર બેલ્ટમાં 2 ઓઇલ ટેન્કરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા, જેનાથી ખૂબ નુકસાન થયું. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પોતાની મોસ્કોની પ્રસ્તાવિત યાત્રા રદ કરી દીધી  અને ઇરાન પર યૂરોપીય અધિકારીઓ સાથે ચર્ચા માટે બ્રસેલ્સ ગયા છે. અમેરિકાને પુરી શંકા છે કે આ હરકત ઇરાને કરી છે. જોકે ઇરાન સરકાર આ હુમલાથી સતત હુમલાથી મનાઇ કરી રહી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવથી પ્રભાવિત ભારતમાં પેટ્રોલિયમ પદાર્થોના વધવાના સંકેત છે.

ભારતને ઓઇલ સપ્લાઇ કરનાર ઇરાન ત્રીજો મોટો દેશ છે. ચીન બાદ ભારત ઇરાન પાસેથી ઓઇલ ખરીદનાર બીજો મોટો દેશ છે. ભારત ઓઇલની જરૂરિયાતોને પુરી કરવા માટે 80 ટકા ઇરાન પર નિર્ભર કરે છે. અમેરિકા સાથે સારા સંબંધ હોવાથી ભારત-ઇરાનના સંબંધો પર અસર પડી શકે છે. અમેરિકા સતત દબાણ બનાવી રહ્યું છે કે ભારત ઇરાન પાસેથી તેલ ન ખરીદે. જોકે અમેરિકાએ આશ્વાસન આપ્યું છે કે તે ભારતમાં ઓઇલની સપ્લાઇ સાઉદી અરબ પાસેથી પુરી કરાવશે. જાણકારોનું માનીએ તો અમેરિકાના દબાણમાં  ઇરાન પાસેથી ઓઇલ સપ્લાઇમાં અડચણો થતાં સાઉદી અરબ અને યૂએઇ ઓઇલના ભાવ વધારી શકે છે.

સાઉદીના ઓઇલ ટેન્કરોને નુકસાન પહોંચ્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે અમે લોકો જોઇ રહ્યા છીએ કે ઇરાન સાથે શું થાય છે. જો તે (ઇરાન) કંઇક કરે તો તેમની મોટી ભૂલ હશે.

સુષમા સ્વરાજે ઇરાનના વિદેશ મંત્રી સાથે કરી રચનાત્મક ચર્ચા

તણાવભર્યા માહોલ વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી મોહમંદ જવાદ જરીફ ભારતના પ્રવાસે આવ્યા અને મંગળવારે ભારતની વિદેશ મંત્રી  સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી. બંને નેતાઓ સાથે વાતચીતમાં નક્કી થયું કે ભારત ઇરાન પાસેથી ઓઇલ આયાતનો નિર્ણય લોકસભાની ચૂંટણી બાદ પોતાના વાણિજ્યિક, આર્થિક અને ઉર્જા સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખીને કરશે. બંને વિદેશ મંત્રીઓ વચ્ચે આ વાતચીત અમેરિકા દ્વારા ભારત અને સાત અન્ય દેશોને ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાને લઇને આપવામાં આવેલી છ મહિનાની છૂટનો સમયગાળો પુરો થવાને 12 દિવસ બાકી છે.

અમેરિકાએ ગત વર્ષે મે મહિનામાં ઇરાન સાથે પરમાણુ મુદ્દે નક્કી થયેલા કરારથી પોતાના અલગ કરી દીધો હતો. ત્યારબાદ ઇરાન પર પ્રતિબંધ ફરીથી લાગૂ થઇ ગયો. પ્રતિબંધો બાદ અમેરિકાએ ભારત સહિત આઠ દેશોએ ઇરાન પાસેથી ઓઇલ આયાતમાં ઘટાડો અને ધીમે-ધીમે તેને બંધ કરવા માટે છ મહિનાનો સમય આપ્યો છે.

ઇરાનના પરમાણુ કાર્યક્રમને લઇને અમેરિકા અને આ ખાડી દેશો વચ્ચે વધતા જતા તણાવને જોતાં જરીફનો આ પ્રવાસ રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે બેઠકમાં જરીફે રાષ્ટ્રપતિ હસન રૂહાની દ્વારા આઠ મેના રોજ કરવામાં આવેલા નિર્ણયોનો ઉલ્લેખ કર્યો જેમાં સમૃદ્ધ યુરેનિયમ અને ભારેજળના નિર્યાત સાથે સંબંધિત નિર્ણય પણ સામેલ છે. એક પ્રશ્નના જવાબમાં જરીફે કહ્યું કે ઇઝરાઇલ, બોલ્ટન, સાઉદી અરબ અને UAE મળીને ઇરાનમાં સત્તા પરિવર્તન કરવા માંગે છે.

(5:48 pm IST)