Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ઘરમાં સિક બિલ્ડિંગ સિન્ડ્રોમનો શિકાર બની રહ્યા છે લોકો

આઇઆઇટી-કાનપુરના સંશોધકોએ કરેલા અભ્યાસ મુજબ ઘરની અંદર પ્રદુષણનો ખતરો

કાનપુર, તા. ૧પ : થાક, માથાના દુઃખાવો, ગભરામણ જેવી બાબતો પ્રદુષણની દેન હોઇ શકે છે, પરંતુ જરૂર નથી કે તે માત્ર બહારના પ્રદુષણને કારણે થતી બીમારી હોઇ. ઘરની અંદરનું પ્રદુષણ પણ આ બીમારીઓનું કારણ બની શકે છે અને તેની અનદેખી સ્વાસ્થ્યને ખરાબ કરી રહી છે. સ્વાસ્થ્ય સબંધી આવી પરશેાનીઓને સિક બિલ્ડિંગ સિન્ડ્રોમા કહેવાય છે.

ઘરની રસોઇમાંથી નીકળતો ધુમાડો, મચ્છર ભગાવનારીકોયલ, સિગારેટનો ધુમાડો, રૂમ ફ્રેશનર જેવી વસ્તુઓ ઘર અને ઓફીસોમાં પ્રદુષણનું મુખ્ય કારણ છે. આઇઆઇટી કાનપુરના સીવિલ એન્જિનિયરીંગના અભ્યાસમાં આ વાત સામે આવી છે.

આ અભ્યાસ માટે આઇઆઇટીના સંશોધકોએ પોતાના ઘર, કાર્યાલયની પસંદગી કરીને પ્રદુષણના સ્તરની તપાસ કરી હતી. એસોસીએટ પ્રોફેસર અનુભા ગોયેલે જણાવ્યું કે શહેરમાં વાયુ પ્રદુષણની માત્ર સતત વધી રહી છે, પરંતુ જયારે ઇન્ડોર એર કોલિટીને લઇને આઇઆઇટી કેમ્પસના ૬૦ ટકા ઘર અને કાર્યાલયમાં પ્રદૂષણનું સ્તર માપવામાં આવ્યું તો તે પણ માપદંડ કરતા વધુ નીકળ્યુ. અહીં કાર્બન ડાયોકસાઇડનું સ્તર વધુ હતું. તેમણે કહ્યું કે ઘર અને કાર્યાલયમાં પીઓ-રની માત્ર વધવાથી લોકો સિક બિલ્ડિંગ સિન્ડ્રોમનો શિકાર બની રહ્યા છે. આ કારણે તેમને થાક, માથાનો દુઃખાવો, ગભરામણ, અને મુંજવણ જેવી પરેશાનીઓ થઇ રહી છે જે ઘાતક છે. કાર્બન ડાયોકસાઇડનું સ્તર પ૦૦ પીપીએમ હોવું જોઇએ, પરંતુ આઇઆઇટીના કાર્યાલયોમાં તે ૧૪૦૦ પીપીએમ સુધી પહોંચી ગયું છે જે ઘાતક છે.ઘર, ઓફીસમાં હવાની પર્યાપ્ત અવરજવર ન હોવાના કારણે થાક, માથાનો દુઃખાવો, ગભરામણ જેવી પરેશાનીઓ થાય છે અને ત્વચા સંબંધી રોગો પણ થઇ જતા હોય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ બધી બાબતોથી બચવા માટે ઘર અને કાર્યાલયોમાં એકઝોસ ફેન જરૂરી લગાવો. બારીઓ વધુ સમય સુધી ખુલ્લી રાખો.

(3:49 pm IST)