Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

અંતિમ તબક્કામાં મોદી અને તેમના સાથીઓની શાખ દાવ પર

સાતમા તબક્કામાં વડાપ્રધાન મોદી, રેલ રાજયમંત્રી મનોજ સિન્હા, આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલ અને પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન રાજયમંત્રી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેયના વિકાસવાદની પરીક્ષા થનાર છે

નવીદિલ્હી,તા.૧૫: લોકસભા ચુંટણીના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તેમના બે કેબિનેટ સાથીઓ અને એક પૂર્વ કેબિનેટ સાથીની શાખ દાવ પર છે.ખાસ વાત એ છે કે આ ચારેય બેઠકો એક સાથે લાગેલ છે. સાતમા તબક્કામાં વડાપ્રધાન, મોદી,રેલ રાજયમંત્રી મનોજ સિન્હા,આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલ અને પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન રાજયમંત્રી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેયના વિકાસવાદની પરીક્ષા થનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારણીસી બેઠક પરથી મેદાનમાં છે. મનોજ સિન્હા ગાજીપુરથી, અનુપ્રિયા મિર્ઝાપુર અને મહેન્દ્રથા ચંદૌલીથી ઉમેદવાર છે આ ત્રણેય બેઠકો વારાણસીથી લાગેલ છે. મોદીના ગત પાંચ વર્ષોમાં બનારસ માટે કરવામાંઆવેલા વિકાસ કાર્યોની પરીક્ષા પણ થનાર છે. મોદીએ વારાણસીમાં ૪૦ હજાર કરોડ રૂપિયાના કામ કરાવ્યા છે. જેમાં સૌથી વધુ પ્રચારિત કામ વિશ્વનાથ કોરિડોર માનવામાં આવી છે. તાજેતરમાં તેમણે રોડ શો કરી બનારસમાં પોતાની શક્તિનો અહેસાસ કરાવ્યો છે. વિરોધ પક્ષ તરફથી તેમની વિરૂધ્થધ કોઇ મોટા ઉમેદવાર ન ઉભા રહેવાથી તેમની મજબુતીનો આધાર બની રહ્યાં છે.કોંગ્રેસે અજય રાયને બીજીવાર ઉમેદવાર બનાવ્યા છે. જેમની ૨૦૧૪ની ચુંટણીમાં જમાનત જપ્ત થઇ હતી. એસપી બસપા ગઠબંધનથી શાલિની યાદવ ચુંટણી મેદાનમાં છે. આ ઉપરાંત બાહુલી અતીક અહમદ અપક્ષ તરીકે ચુંટણી લડી રહ્યાં છે. આ બેઠક પર કુલ ૩૧ ઉમેદવારો છે.

જયારે ગાજીપુરથી રેલ રાજયમંત્રી  મનોજ સિન્હાને ભાજપે એકવાર ફરી ટીકીટ આપી છે તેઓ ત્રણ વાર સાંસદ અને એતવાર મંત્રી રહી ચુકયા છે. સિન્હાનું કામ અહીના મતદારોને પસંદ પડયું છે. ગાજીપુરમાં  સિન્હાએ રેલ ઉપરાંત આરોગ્ય  ક્ષેત્રમાં  પણ  ધ્યાન આપ્યું છે. તેમની સામે  ગઠબંધનના અફઝલ અંસારી છે. એ ક્ષેત્રમાં બે લાખ મુસ્લિમ મતદારો છે.અંસારી એકવાર પહેલા ગાજીપુરના સાંસદ રહી ચુકયા છે. કોંગ્રેસે અજીત કુશાવાહાને મેદાનમાં ઉતાર્યા છે. આ લોકસભા બેઠક પર સવર્ણ મતદારોની સંખ્યા નિર્ણાયક માનવામાં આવી છે.

મહેન્દ્રનાથે ૨૦૧૪ની ચુંટણીમાં બનારસથી લાગેલ ચંદૌલી પર પાર્ટીનો ૧૫ વર્ષનો દુષ્કાળ સમાપ્ત કર્યો હતો અને ત્યારબાદથી તેઓ મોદી શાહની નજરમાં આવ્યા હતાં. ૨૦૧૪માં તેમણે બસપાના અનિલકુમાર મૌર્યને  પરાજય  આપી જીત હાંસલ કરી  હતી. સપા બસપા ગઠબંધન તરફથી  સંજય  ચૌહાણ  ચુંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસે શિવકન્યા કુશવાહાને મેદાનમાં ઉતાર્યા છે.

દમિયાન એનડીએના  સાથી પક્ષ અપનાદળના અધ્યક્ષ અનુપ્રિયા  મિર્ઝાપુરથી ૨૦૧૪માં મોદી લહેરમાં જીતી ગયા હતાં ૨૦૧૬માં પટેલને મંત્રિમંડળમાં જગ્યા આપવામાં આવી હતી. તેમના મંત્રી હોવાને કારણે આ બેઠકનું  મહત્વ વધી ગયું છે. તેમની સામે  કોંગ્રેસે લલિતેષ પતિ ત્રિપાઠીને  ઉમેદવાર  બનાવ્યા છે.

(3:48 pm IST)
  • માતોશ્રીમાં બૉમ્બ બ્લાસ્ટનું ઘડાયું હતું ષડ્યંત્ર : 1989માં ઠાકરેએ ખુદ પરિવારજનોને બંગલો છોડવા કહ્યું હતું ; નારાયણ રાણે access_time 1:19 am IST

  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST

  • રાજકોટમાં અતુલ મોટર્સનો કર્મચારી પાર્થ ઠાકર ૨૨૫ ગ્રાહકોના વીમા પ્રિમિયમના ૧૯.૬૦ લાખ 'ખાઇ' ગયો!: ઇન્સ્યુરન્સ એકઝીકયુટિવ તરીકે કામ કરતાં વિશ્વનગરના બ્રાહ્મણ શખ્સે ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં ગ્રાહકોની વિમા પ્રિમીયમની રકમ ઉઘરાવી જમા જ ન કરાવીઃ કંપનીના સીઇઓ સમર્થ ચાંદ્રાની એ-ડિવીઝનમાં ફરિયાદઃ આરોપી સકંજામાં access_time 11:22 am IST