Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વ્યાપમ કૌભાંડ મામલે સીબીઆઇએ ૧૭ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી

આ કૌભાંડમાં ભ્રષ્ટાચાર કરી રેવડી જેમ નોકરી વહેંચવામાં આવી હતી

ભોપાલ,તા.૧૫: મધ્યપ્રદેશમા પરીક્ષા અને સરકારી નોકરીની ભરતીમા થયેલા વ્યાપમ કૌભાંડ મામલે પીએમટી ૨૦૧૨ના કેસમા સીબીઆઈએ ૧૭ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. એસટીએફ દ્વારા કરવામા આવેલી તપાસમા આ કેસમા અગાઉ ૧૧ આરોપી બનાવવામા આવ્યા હતા. ત્યારબાદ આ કેસની તપાસમા સીબીઆઈએ  વધુ  છ આરોપીઓની સંડોવણી હોવાનુ જણાતા તેમની સામે  પણ ચાર્જશીટ રજૂ કરી હતી.  જોકે આ કેસમા વચેટિયાની ભૂમિકા ભજવનારા ળિશાલ યાદવ અને શૈલેન્દ્ર આનંદસિંહના મોત થતા તેમની સામે ચાર્જશીટ  દાખલ  થઈ ન હતી.

વ્યાપમ કૌભાંડમા સીબીઆઈએ જે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે તેમા વિનય કુમાર શાક્ય, ગજેન્દ્રસિંહ ધાકડ, નીલેશ ગુપ્તા, અજમેરસિંહ બધેલ, વિન્ધ્યવાસિની કુમાર, રામકુમાર શાકય, શ્રીરામ શાક્ય, વિનોદ શાકય, નરેશ રાજપુત, દેવી સિંહ નરવરિયા, વૃંદાવન લાલ, અમૃત ફુલે, સુરજીતસિંહ, દેવેન્દ્ર યાદવ, સુશીલ ચંદ અને નીરજ યાદવનો સમાવેશ થાય છે.

આ અંગે એસીજેએમ પ્રકાશ ડામોરની બેચ સમક્ષ ચાર્જશીટ રજૂ કરતા  સીબીઆઈએ જણાવ્યુ હતુ કે આ કેસમા આ તમામ આરોપી છે. વ્યાપમ કૌભાંડને મધ્યપ્રદેશનુ સૌથી  મોટુ કૌભાંડ માનવામા આવે છે.  આ કૌભાંડમા અનેક મોટા નામ બહાર આવ્યા હતા. તેમાંથી હાલમા કેટલાંક લોકો જેલમા છે. આ કૌભાંડમા મેડિકલ અને એન્જિનીયરીગ કોલેજમા દાખલામા ગેરરીતી કરી સરકારી નોકરી માટે ભરતી કરવામા આવી હતી.  અને તેમા અનેક ગેરલાયક લોકોન ે સરકારી નોકરી આપવામા આવી  હતી. આ કૌભાંડમા સરકારી નોકરીમા ૧૦૦૦ જેટલી બોગસ ભરતી અને મેડિકલ કોલેજમા ૫૧૪ બોગસ ભરતી થયાના શકના આધારે તપાસ કરવામા આવી  હતી.  આ મામલે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહે પણ વિધાનસભામા એવી વાત કરી હતી કે આ કૌભાંડમા ૧૦૦૦ બોગસ ભરતી થઈ હતી. આ કૌભાંડ ૨૦૧૩મા બહાર આવ્યુ હતુ. આ કૌભાંડની ત્યારે જાણ થઈ હતી કે  જ્યારે  એમબીબીએસની ભરતીની પરીક્ષા આપતા કેટલાંક બોગસ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામા આવી હતી.

આ વિદ્યાર્થીઓ બીજાના નામે પરીક્ષા આપી રહ્યા હતા. બાદમા જાણવા મળ્યુ હતુ કે રાજયમા આવુ તો ઘણા વર્ષથી ચાલી રહ્યુ છે. આ માટે એક વ્યવસ્થિત કૌભાંડમા ગેરરીતી આચરી વિદ્યાર્થીઓને એમબીબીએસમા આવી રીતે બોગસ પ્રવેશ અપાવવામા આવતો હતો. તેથી ૨૦૧૩મા આ કૌભાંડ બહાર આવ્યા બાદ તેના સમગ્ર દેશમા ઘેરા પ્ર્ત્યાઘાત પડ્યા હતા.

(3:44 pm IST)
  • રાજકોટમાં અતુલ મોટર્સનો કર્મચારી પાર્થ ઠાકર ૨૨૫ ગ્રાહકોના વીમા પ્રિમિયમના ૧૯.૬૦ લાખ 'ખાઇ' ગયો!: ઇન્સ્યુરન્સ એકઝીકયુટિવ તરીકે કામ કરતાં વિશ્વનગરના બ્રાહ્મણ શખ્સે ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં ગ્રાહકોની વિમા પ્રિમીયમની રકમ ઉઘરાવી જમા જ ન કરાવીઃ કંપનીના સીઇઓ સમર્થ ચાંદ્રાની એ-ડિવીઝનમાં ફરિયાદઃ આરોપી સકંજામાં access_time 11:22 am IST

  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST

  • અમેરિકના પ્રાંત અલબામામાં ગર્ભપાત પર લાગ્યો પ્રતિબંધ :આરોપી ડોક્ટરને મળશે 99 વર્ષની જેલસજા :અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધવાળા વિધેયકને પસાર કર્યો ; વિધેયકની જોગવાઈ મુજબ ગર્ભપાત કરનાર ડોક્ટરને 99 વર્ષની જેલ થશે access_time 1:06 am IST