Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

દોઢ કલાક સર્જરી કરીને ડોકટરોએ કાઢયા ૧૧૬ ખીલા

બૂંદી (રાજસ્થાન) તા. ૧૫ :  રાજસ્થાનના બૂંદી જિલ્લાની હોસ્પિટલમાંથી એક માનવામા ન આવે તેવો બનાવ સામે આવ્યો છે. એક હોસ્પિટલમાં ઓપરેશન કરીને ડોકટર્સે એક દર્દીના પેટમાંથી લોખંડની ૧૧૬ ખિલ્લી અને તારના ટુકડા બહાર કાઢ્યા છે. દર્દીને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ હતી. પેટનો એકસ રે અને સોનોગ્રાફી કર્યા બાદ ડોકટર્સને ઓપરેશન કરવાની ફરજ પડી હતી. સરકારી હોસ્પિટલમાં એક દર્દીના પેટનું ઓપરેશન કર્યા બાદ ડોકટર્સ પણ અચંબામાં પડી ગયા હતા. ૪૦ વર્ષીય એક વ્યકિતના પેટમાંથી ડોકટર્સે ખિલ્લીઓ, લોખંડનો લાંબો તાર અને લોખંડની એક ગોળી બહાર કાઢી હતી. ડોકટર્સે જણાવ્યું કે લોખંડની ખિલ્લીઓની લંબાઈ છ સેન્ટીમીટર છે. દર્દીના પેટનું ઓપરેશન સફળ રહ્યું છે. અમે તેને આ વિશે પૂછવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર્દીનું માનસિક સંતુલન અસ્થિર હોવાથી તે જવાબ આપવા માટે અસમર્થ છે કે તેના પેટમાં આ ખિલ્લીઓ અને તાર કેવી રીતે આવ્યા. ડોકટર અનિલ સૈનીએ જણાવ્યું કે દુૅંખાવાની ફરિયાદને પગલે જયારે દર્દીના પેટનો એકસ રે અને સોનોગ્રાફી કરવામાં આવ્યા ત્યારે અમે બધા ડોકટર્સ ડઘાઈ ગયા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે દર્દીએ તો નહીં પણ તેના પરિવારજનોએ પણ આ વિશે કોઈ જવાબ નથી આપ્યો કે આવી બધી વસ્તુઓ તેમના પેટમાં કેવી રીતે પહોંચી.

(3:40 pm IST)