Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

એર ઇન્ડિયાની મહિલા પાયલોટની જાતીય સતામણી : તપાસના હુકમો

પતિ વગર કેમ રહી શકો છો ? અંગત પ્રશ્નો પૂછી અણછાજતું વર્તન

નવી દિલ્હી તા. ૧૫ : મહિલા પાયલટ દ્વારા તેના જ સાથી પાયલટ દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હોવાના આક્ષેપ બાદ એર ઈન્ડિયાએ તપાસનો આદેશ આપ્યો છે. એરલાઈનના પ્રવકતાએ જણાવ્યું કે, મહિલાએ મેનેજમેન્ટને કરેલી ફરિયાદમાં સાથી પાયલટ દ્વારા કેટલાક અનિચ્છનીય પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.ઙ્ગ

મહિલા પાયલટે ફરિયાદમાં કહ્યું કે, 'ટ્રેનિંગ સેન્ટરના માર્ગદર્શકે પાંચમી મેએ બંનેને તાલીમ પૂર્ણ થયા બાદ શહેરની એક હોટેલમાં સાથે ભોજન લેવા જણાવ્યું હતું. સાથી પાયલટ સાથે કેટલીક વખત કામ કર્યું હોવાથી હું સહમત થઈ હતી. અમે રાત્રે આઠ વાગ્યે રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ત્યાં મારી સતામણીની શરૂઆત થઈ હતી.'

'સાથી પાયલટે મને જણાવ્યું હતું કે તે તેના લગ્નજીવનથી ખુબજ નિરાશ અને દુૅંખી છે. તેણે મને એમ પણ પૂછ્યું કે હું મારા પતિ વગર કેવી રીતે રહી શકું છું અને શું મારે પતિ સાથે રોજ સંભોગ કરવો પડે છે. મેં તરત જ પાયલટને આ વિશે કોઈ વાત નથી કરવી તેમ જણાવીને કેબ બોલાવી હતી અને ત્યાંથી નીકળી ગઈ હતી,' તેમ મહિલા પાયલટે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું. મહિલા પાલયટના આક્ષેપ મુજબ સાથી પાયલટે તેની સાથે અણછાજતું વર્તન કર્યું હોવાથી તે રીતસરની ડઘાઈ ગઈ હતી અને કેબ આવે ત્યાં સુધી પણ તેની સતામણી થઈ હતી.

(3:31 pm IST)