Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

આર્મીને ૨૧૦૦૦ કરોડના શસ્ત્રો-દારૂગોળો મળવામાં વિલંબઃ સંરક્ષણ મંત્રાલયને રાવ

ડીલીવરીમાં વિલંબ ઉપરાંત હથીયારોની કવોલીટી ઉપર પણ સવાલ

નવીદિલ્હી, તા.૧૫: ભારતીય સેનાએ હથિયારોની ગુણવત્ત્।ા અને હથિયારોની ડિલીવરીમાં થઈ રહેલા વિલંબ પ્રત્યે ચિંતા વ્યકત કરી છે. ઓર્ડિનેંસ ફેકટરી બોર્ડ (OFB)થી મળનારા ૨૧,૫૦૦ કરોડના હથિયાર અને દારૂગોળો છેલ્લા દસ વર્ષથી સતત થઈ રહેલા વિલંબને કારણે સેનાનો સમયસર નથી મળી રહ્યા. રક્ષા મંત્રાલયને આ વિશે ૧૫ પાનાનો એક રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, ભારતીય સેના અને ઓએફબી બંને અનેકવાર હથિયારોની ડિલિવરીમાં થઈ રહેલા વિલંબ માટે રક્ષા મંત્રાલયથી ફરિયાદ કરી ચૂકી છે. હથિયાર ખરીદીની પહેલી યોજનાને વર્ષ ૨૦૦૯-૧૪ની વચ્ચે પૂરી થવાની હતી. આ દરમિયાન ૧૪,૦૦૦ કરોડના હથિયારની ડિલિવરીમાં વિલંબ થયો.

ત્યારબાદ બીજી યોજનાને વર્ષ ૨૦૧૪-૧૯ માટે હતી, તેમાંથી પણ ૭,૫૦૦ કરોડ રૂપિયાના હથિયારોની ડિલિવરી વિશે હજુ સુધી કોઈ અપડેટ નથી. ઉલ્લેખનીય છે કે, ઓએફબી ભારતીય સેનાઓ દ્વારા ઉપયોગમાં લેવાના દારૂગોળાની ઉપલબ્ધતાનું મુખ્ય સ્ત્રોત છે. આર્મી અને એરફોર્સમાં તેના બનાવેલા દારૂગોળાનો ઉપયોગ થાય છે. આ સરકારી કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૧૯,૦૦૦ કરોડ રૂપિયા છે, પરંતુ સામાન સારી ગુણવત્ત્।ાનો નથી.

ઓએફબી અને સેનાએ ડિલિવરીમાં વિલંબ ઉપરાંત હથિયારોની કવોલિટી ઉપર પણ સવાલ ઊભા કર્યા છે. સેનાએ રક્ષા મંત્રાલયને કહ્યું છે કે ખરાબ ગુણવત્ત્।ાના દારૂગોળાના ઉપયોગથી સૈનિકોના ઘાયલ થવા અને માર્યા જવું અને મોંદ્યા હથિયારોનું ખરાબ થવાના મામલા વધી રહ્યા છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સેનાના રેડ એલર્ટે તેના અને મંત્રાલયના રક્ષા ઉત્પાદન સાથે જોડાયેલા વિભાગોમાં હલચલ મચાવી દીધી છે અને દારૂગોળાની ગુણવત્ત્।ાના સંબંધમાં તેઓ સંયુકત પ્રયાસમાં લાગી ગયા છે.

મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ખરાબ દારૂગોળાના કારણે સેનાની ફિલ્ડ ગન્સ અનેકવાર દુર્ઘટનાગ્રસ્ત થાય છે. તેમાં અર્જુન, ટી-૭૨ અને ટી-૯૦ ટેન્કોમાં ઉપયોગ થનારી બંદૂકો પણ સામેલ છે. આ ઉપરાંત ૧૫૫ એમએમવાળી કેટલીક બોફોર્સ તોપો પણ ખરાબ દારૂગોળાના કારણે દુર્ઘટનાનો શિકાર થઈ છે. એક સૂત્રએ જણાવ્યું કે આ સમસ્યા યોગ્ય રીતે ન ઉકેલાતા સેનાએ લાંબા અંતરના કેટલાક હથિયારોનો ઉપયોગ બંધ કરી દીધો છે.

સેના તરફથી હથિયારોની ડિલિવરીમાં વિલંબ અને કવોલિટીના મુદ્દે રક્ષા મંત્રાલયને ૧૫ પાનાનો એક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટને સેક્રેટરી ડિફેન્સ પ્રોડકશન અજય કુમારે દ્યણી ગંભીરતાથી લીધી છે અને ઓએફબી દ્વારા સપ્લાય કરવામાં આવેલા દારૂગોળાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સૂત્રો મુજબ પ્રાઇવેટ સેકટરની મદદ લેવા વિશે પણ વિચાર ચાલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઉરી હુમલા બાદ સરકારને એ જાણીને મોટો આંચકો લાગ્યો હતો કે આ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે સેનાની પાસે પૂરતા હથિયાર જ નથી. ત્યારબાદ ૧૧,૭૪૦ કરોડ રુપિયાના ૧૯ સોદા કરવામાં આવ્યા હતા. તેમાં રશિયાથી સ્માર્ક રોકેટ, કોંક્રૂજ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ અને ટી-૯૦ અને ટી-૭૨ ટેન્ક માટે હથિયાર સામેલ છે.

(11:17 am IST)