Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

પીળી સાડીવાળા બાદ 'બ્લુ ડ્રેસ' વાળાચૂંટણી અધિકારીનો ફોટો વાયરલ :સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડ રીકવેસ્ટથી યોગેશ્વરી પરેશાન

કેનેરા બેંકમાં ફરજ બજાવતી યોગેશ્વરી ગોહિતને ભોપાલના ગોવિંદપુરામાં આઇટીઆઇ પોલિંગ બૂથ પર મતદાન અધિકારીની જવાબદારી મળી હતી

નવી દિલ્હી ;પીળી સાડીવાળા ચૂંટણી અધિકારી મહિલાની તસ્વીરે સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થયા સાથે ચૂંટણીમાં ડ્યૂટી દરમિયાન બ્લૂ ડ્રેસમાં ફોટો વાયરલ થયા પછી બેન્ક અધિકારી યોગેશ્વરી ગોહિતે પરેશાન થઈ ગઈ છે. યોગેશ્વરીએ કહ્યું હતું કે ચૂંટણીના દિવસની તે તસવીરને લોકો કેમ આટલું મહત્વ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આવી રહેલી ફ્રેન્ડ રિક્વેસ્ટથી યોગેશ્વરી પરેશાન થઈ ગઈ છે. આ કારણે તે પોતાના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવા વિશે વિચાર કરી રહી છે.

    યોગેશ્વરી ગોહિતે કેનરા બેન્કમાં કામ કરે છે. રવિવારે છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન તેને ભોપાલના ગોવિંદપુરામાં આઇટીઆઇ પોલિંગ બૂથ પર મતદાન અધિકારીની જવાબદારી મળી હતી. તે પોલિંગ બૂથ ઉપર પહોંચી ત્યારે ત્યાં હાજર રહેલા કેમેરામેનની નજર તેના ઉપર પડી હતી. ગરમી અને ધૂળ વચ્ચે એક હાથમાં ફેશનેબલ બેગ અને બીજા હાથમાં બેલેટ યૂનિટ લઈને ઉભેલી યોગેશ્વરી કેમેરાને જોઈને હસી હતી. તેની આ તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગઈ હતી.

   આ દરમિયાન પત્રકારોએ યોગેશ્વરી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેણે ડ્યૂટીનો હવાલો આપીને વાત કરવાથી ના પાડી દીધી હતી. જ્યારે મતદાન ખતમ થયું ત્યાર પછી પણ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ તેણે મીડિયા સાથે વાત કરી ન હતી. આ પછી સોમવારે એક અખબાર સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે લોકોનો તેના ફોટા પ્રત્યેના વલણને જોઈને તે આશ્ચર્યચકિત છે.

   તેણે કહ્યું હતું કે હું જે રીતના પસંદ કરું છું તેવા જ કપડા પહેરું છું. મારી પાસે કોઈ ફેશન રોલ મોડલ નથી. કપડાથી કોઈ મહિલાની વ્યાખ્યા કરવી જોઈએ નહીં.

    રવિવારે ચૂંટણી ડ્યૂટી પછી યોગેશ્વરીએ સોમવારે આરામ કરવા માટે રજા રાખી હતી. જોકે મીડિયાએ તેના ઘરને શોધી કાઢ્યું હતું અને પહોંચી ગયા હતા. યોગેશ્વરીએ કહ્યું હતું કે દરેક મારી સાથે સેલ્ફી લેવા માંગે છે. મને દર મિનિટે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી રહી છે. લાગે છે કે મારે સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પ્રાઇવેસી લગાવવી પડશે. હું તો ફક્ત મારી ડ્યૂટી કરી રહી હતી.

(12:00 am IST)