Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ઇંસ્ટેટ મેસેજીંગ એપ વોટસએપમાં ખામી જોવા મળીઃ મિસ કોલ વડે જાસુસીવાળો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાતા ગભરાટ

નવી દિલ્હી: દુનિયાની સૌથી વધુ યૂઝ કરવામાં આવતા ઇંસ્ટેટ મેસેજિંગ એપ WhatsApp માં એક ખામી જોવા મળી છે. તેના હેઠળ હેકર્સ કોઇપણ ફોનમાં રિમોટલી સેંઘ લગાવી શકે છે. રિપોર્ટ અનુસાર આ સરકારી લેવલના ટૂલ દ્વારા કરવામાં આવ્યું હતું જે સામાન્ય રીતે કોઇપણ સરકારને આપવામાં આવે છે. WhatsApp ની આ સિક્યોરિટી ખામીનો ફાયદો ઉઠાવીને ટાર્ગેટ યૂજરના સ્માર્ટફોનને સ્પાઇવેર દ્વારા ઇનફેક્ટ કરવામાં આવી શકતો હતો. તેના માટે ફક્ત એક વોઇસ કોલની જરૂર હોય છે. ટાર્ગેટ નંબર પર વોઇસ કોલ કરીને વોટ્સઅપ ની ખામીનો ફાયદો ઉઠાવતાં તે મોબાઇલમાં સ્પાઇવેર ઇંસ્ટોલ કરવામાં આવી શકે છે.

સૌથી વધુ ગંભીર એ છે કે આ ખામીનો ફાયદો ઉઠાવનાર હેકર ડાયરેક્ટ ટાર્ગેટ સ્માર્ટફોનને પોતાના કંટ્રોલમાં લઇ શકે છે અને તેના માટે ટાર્ગેટને સ્માર્ટફોનમાં કંઇપણ કરવાની જરૂર નથી. આમ કરીને હેકર સંભવિત રીતે ચેટ્સ, કોલ, માઇક્રોફોન, કેમેરા, ફોટો અને કોન્ટેક્સ સહિત સ્માર્ટફોનમાં ઉપલબ્ધ સંવેદનશીલ ડેટાને એક્સેસ કરી શકે છે.WhatsApp એ પોતે સ્વિકાર્યું છે કે ચેટ એપની આ ખામીના લીધે ફક્ત વોટ્સઅપમાં મિસ્ડ કોલ કરીને તેને સ્પાઇવેરથી ઇન્ફેક્ટ કરવામાં આવી શકે છે. પરંતુ હવે તેને ફિક્સ કરી લેવામાં આવ્યો છે એટલે હવે આ ખામી વોટ્સઅપમાં નથી.

WhatsApp એ કહ્યું કે આ ખામીને કંપનીએ મે મહિનાની શરૂઆતમાં શોધી હતી અને તેના માટે એડવાન્સ્ડ સાઇબર એક્ટર જવાબદાર છે. એડવાસ્ડ સાઇબર એક્ટર્સએ આ મેલવેર દ્વારા કેટલા નંબરને ઇન્ફેક્ટ કર્યો છે પરંતુ હાલમાં કહી ન શકાય. WhatsApp એ પણ કહ્યું છે કે આ એટેકમાં તો બધા હોલમાર્ક છે જે પ્રાઇવેટ કંપનીમાં હોય છે જે સરકાર સાથે મળીને કરીને ફોનને પ્રભાવિત કરવાનું કામ કરે છે. The Financial Times એ કહ્યું કે આ કંપની ઇઝરાઇલની NSO ગ્રુપની છે જેનું પેગસ સોફ્ટવેર રાઇટ એક્ટિવિસ્ટ વિરૂદ્ધ યૂઝ કરવામાં આવે છે.

(4:55 pm IST)