Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

દેશમાં કટોકટી લાદનારી કોંગ્રેસ અમને બંધારણની મર્યાદા ના શીખવે :રવિશંકર પ્રસાદ

-કર્ણાટકમાં ભાજપને સરકાર રચવાની તક મળવા અંગે કોંગ્રેસની કાગારોળ સામે ભાજપ નેતાનો પલટવાર

 

નવી દિલ્હી :કર્ણાટકમાં કોઇપક્ષને બહુમતી નહિ મળતા રાજ્યપાલે આજે ભાજપને સૌથી વધુ બેઠકો મળી હોવાના કારણે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું હોવાના અહેવાલ વચ્ચે કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે ત્યારે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે દિલ્હીમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. પ્રસાદે કહ્યું કે જે પાર્ટીએ સૌથી વધુ સમય સુધી દેશમાં કટોકટી લાદી તે અમને મર્યાદા શીખવાડે.

    રવિશંકર પ્રસાદે  કહ્યું કે 6 ડિસેમ્બર 1992ની ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીએ જ્યાં પણ ભાજપની સરકાર હતી તેને બરખાસ્ત કરી નાખી. ઘટના ઉત્તર પ્રદેશમાં ઘટી હતી પરંતુ મધ્ય પ્રદેશ, રાજ્સ્થાન અને દિલ્હીમાં પણ સરકારો પાડવામાં આવી. કોંગ્રેસે રાજ્યોમાં ગેરબંધારણીય રીતે કટોકટી લાગુ કરી અને ન્યાયપાલિકાનું પણ દમન કર્યું. બંધારણના ચીથરે ચીથરા ઉડાવનારી પાર્ટી અમને બંધારણની મર્યાદા શીખવાડે.

(11:37 pm IST)