Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

‘‘બ્રિટીશ કાઉન્‍સીલ એવોર્ડ'': યુ.કે.ની જુદી જુદી યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરી વતન ભારતમાં વિશિષ્‍ટ યોગદાન આપનાર ૩ પૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન

ન્‍યુ દિલ્‍હીઃ યુ.કે.ની જુદી જુદી યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરવા ગયેલા ભારતના વિદ્યાર્થીઓ કે જેમણે અભ્‍યાસ પૂર્ણ કરી વતનમાં પરત આવી વિવિધ ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપ્‍યું છે તેવા ૩ પૂર્વ વિદ્યાર્થીઓનું તાજેતરમા ભારત સ્‍થિત બ્રિટીશ કાઉન્‍સીલ દ્વારા એવોર્ડ આપી બહુમાન કરાયું છે.

આ ૩ પૂર્વ વિદ્યાર્થીઓમાં પ્રોફેશ્‍નલ ક્ષેત્રે શ્રેષ્‍ઠ યોગદાન આપવા બદલ કેમ્‍બ્રિજ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીશ્રી સૌમ્‍ય સકસેનાને ‘‘પ્રોફેશ્‍નલ એચિવમેન્‍ટ એવોર્ડ'' અપાયો છે. જયારે સામાજીક ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપનાર લંડનની યુનિવર્સિટી ઓફ આર્ટસના પૂર્વ સ્‍ટુન્‍ડટ સુશ્રી રૂચિ શાહને ‘‘સોશીઅલ ઇમ્‍પેકટ  એવોર્ડ'' તથા વ્‍યાવસાયિક ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન બદલ યુનિર્વસિર્ટી ઓફ એડિનવર્ગના પૂર્વ વિદ્યાર્થીશ્રી સુશાંત દેસાઇને ‘‘એન્‍ટ્રીપ્રિનીઅર એવોર્ડ'' આપી સન્‍માનિત કરાયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.  

(11:00 pm IST)