News of Wednesday, 16th May 2018

કાલે કર્ણાટકમાં યેદિયુરપ્પા લેશે સીએમ પદના શપથ:રાજ્યપાલ દ્વારા અપાયું આમંત્રણ : 15 દિ'માં સાબિત કરવી પડશે બહુમતી

કર્ણાટક બીજેપી દ્વારા ટ્વીટ કરાયું :પ્રકાશ જાવેડકરે વિક્ટ્રી સાઈન બતાવી : કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

 

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોઈપણ પક્ષને સ્પષ્ષ્ટ બહુમતી મહી મળતા સરકાર બનાવવા માટે જોડ-તોડની ચર્ચાઓ વચ્ચે બીએસ યેદિયુરપ્પા કાલે ગુરુવારે સીએમ પથના શપથ લઈ શકે છે.સૂત્રો મુજબ રાજ્યપાલ વજુભાઈ વાળાએ બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી દીધું છે. જોકે વિશે હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી. પરંતુ બુધવારે મોડી સાંજે કર્ણાટક બીજેપી તરફથી ટ્વીટ કરાયું છે જેમાં જાણકારી આપવામાં આવી છે કે ગુરુવારે સવારે 9.30 કલાકે યેદિયુરપ્પા કર્ણાટકના નવા સીએમ પદ તરીકે શપથ લેશે. જોકે થોડા સમય બાદ ટ્વીટને ડિલીટ કરી દેવામાં આવ્યું.દરમિયાન કોંગ્રેસે આવી કોઈ હિલચાલને વખોડી કાઢી છે અને સવાલ ઉઠાવાયા છે 

   બીજી તરફ બુધવારે સાંજે બીજેપીના કર્ણાટક પ્રભારી અને કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યાના સંકેત આપ્યા છે. જોકે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ સરકાર બનાવવા માટે આમંત્રણ મળ્યા બાદ ભાજપને 15 દિવસના સમયગાળામાં પોતાની બહુમતી સાબિત કરવાની રહેશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટક ચૂંટણીમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી નથી. બીજેપીને સૌથી વધારે સીટો મળી છે જ્યારે કોંગ્રેસ અને જેડીએસે સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. બંને તરફથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરાઈ ચૂક્યો છે. બુધવારે સાંજે જેડીએસએ એકવાર ફરી વિધાયકોના સમર્થનવાળી ચિઠ્ઠી રાજ્યપાલને સોંપી.

બુધવારે સરકાર બનાવવાને લઈને ઘટનાક્રમ ઝડપથી બદલાતો રહ્યો. બંને તરફથી સરકાર બનાવવા માટે કરાયેલી દાવેદારી વચ્ચે સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે રાજ્યપાલે બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે અને ગુરુવારે સવારે યેદિયુરપ્પા સીએમ પદના શપથ લેશે. કર્ણાટક બીજેપીએ ટ્વિટર પેજ પર તેની જાણકારી શેર કરી છે. તો પ્રકાશ જાવડેકરને જ્યારે વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સીધો કોઈ જવાબ આપવાના બદલે વિક્ટ્રી સાઈન બતાવી હતી. જાવડેકરની વિક્ટ્રી સાઈનને હવે સરકાર બનાવવાની પરવાનગી મળવા સાથે જોડીને જોવામાં આવે છે.

સરકાર બનાવવા માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પી. ચિદમ્બરમ અને કપિલ સિબ્બલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યપાલ તરફથી જેડી(એસ) અને કોંગ્રેસને સરકાર બનાવવા માટે તક આપવા પર સવાલ ઉઠાવ્યો છે. કપિલ સિબ્બલે કહ્યું કે, કોઈ રાજ્યપાલ જો સંવિધાનનું ઉલ્લંધન કરે છે તો તેઓ દબાણમાં છે. મણિપુર અને ગોવાનું ઉદાહરણ આપતા સિબ્બલે કહ્યું કે ગોવા હોય કે, મણિપુર હોય અથવા પછી મેઘાલય હોય, રાજ્યપાલે બહુમતીના હિસાબથી સરકાર બનાવાઈ હતી. અહીંયા જેડીએસ અને કોંગ્રેસ પાસે બહુમત છે. ચિદમ્બરમે કહ્યું કે સાંભળવા મળ્યું છે કે રાજ્યપાલે યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે બોલાવ્યા છે. પણ હજુ તેની પુષ્ટિ થઈ નથી

 

(10:37 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના ત્રાલ ખાતે રાષ્ટ્રીય રાયફલ પેટ્રોલીંગ પાર્ટી ઉપર ત્રાસવાદી હુમલો ! સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તાર ઘેરી લીધો access_time 11:23 am IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • દિલ્હીમાં તોફાની પવન સાથે વરસાદની આગાહીઃ ગઇરાત્રે તુટી પડેલઃ ૧ મોતઃ ૧૩ ઘાયલ : આજે વ્હોમ સવારે ૩ વાગે દિલ્હી- એનસીઆરમાં જોરદાર પવન સાથે વરસાદની હવામાન ખાતાની આગાહીઃ કાલે મોડી રાત્રે રાજધાનીમાં જોરદાર વાવાઝોડા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડેલઃ ૧ યુવકનું મોત થયું છે અને ૧૩ ઘવાયા છે access_time 4:09 pm IST