Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ફેસબુકે ત્રણ મહિનામાં 58 કરોડથી વધુ નકલી એકાઉન્ટ કર્યા ડીલીટ

સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે છેલ્લાં ત્રણ મહિનામાં 58.3 કરોડથી વધુ નકલી એકાઉન્ટને બંધ કર્યા છે જે લોકો સેક્સ અને હેટ સ્પીચને પ્રોત્સાહન આપી રહેલ છે. આ એકાઉન્ટ્સને બંધ કરવા માટે ફેસબુક લાંબા સમયથી કામ કરી રહ્યું હતું જેનાંથી તેઓ પોતાનાં બિઝનેસ કરવાના નુસખાને વધારે પારદર્શી બનાવી શકે.

   આ વાતની જાણકારી ફેસબુકનાં સીઇઓ માર્ક ઝુકરબર્ગે પોતાની એક પોસ્ટને આધારે આપી છે. ફેસબુકે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ઉપયોગ અને ટેક્નોલોજીની મદદથી અંદાજે ગ્રાફિક વોઇલેન્સવાળી પોસ્ટને ડિલીટ કરવામાં આવી છે.ફેસબુકે ખુદ 38 ટકા કન્ટેન્ટને ઓળખ્યાં જ્યારે બાકી દરેકની ફરિયાદ ફેસબુક યૂઝર્સ દ્વારા કરવામાં આવી હતી.

   સૌથી વધારે પોસ્ટ કે જેનાં વિશે ફેસબુક યૂઝર્સે પોતાની ચિંતા દર્શાવી છે અને તે છે એડલ્ટ ન્યૂડિટી અથવા સેક્સ્યુઅલ એક્ટિવિટી કરી હતી. જો કે બાળકો પર થનારા યૌન અપરાધ અથવા ફરી પોર્નને આ રિપોર્ટમાં કવર નથી કરવામાં આવેલ. ઓક્ટોમ્બર-ડિસેમ્બર 2017ની જેમ 2018 પહેલા ત્રણ મહિનામાં પણ આ પ્રકારની પોસ્ટની સંખ્યા અંદાજે 21 મિલિયન રહી છે.

(12:51 am IST)