Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

૧૦૦ કરોડની ઓફરના બધા આક્ષેપોને ભાજપ દ્વારા રદિયો

જેડીએસ અને કોંગ્રેસના આક્ષેપ આધારવગરના : કર્ણાટકમાં અમારી સરકાર હશે : પ્રકાશ જાવડેકરનો દાવો

બેંગલોર,તા. ૧૬ : કર્ણાટકમાં સરકાર બનાવવા ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે જેડીએસના કુમારસ્વામીએ આક્ષેપબાજી કરીને ખળભળાટ મચાવી દીધો છે. બીજી બાજુ ભાજપે કુમારસ્વામી દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને રદિયો આપી દીધો છે. કર્ણાટક ભાજપના ઇન્ચાર્જ પ્રકાશ જાવડેકરે આજે માહિતી આપતા કહ્યું હતું કે, પોતાની પાર્ટી ઉપર મુકવામાં આવેલા તમામ પ્રકારના આક્ષેપ આધારવગરના છે. ભાજપની સામે આધારવગરની વાત કરવામાં આવી રહી છે. ાજપ તરફથી ખરીદ-વેચાણના કોઇ પ્રયાસ થઇ રહ્યા નથી. કોંગ્રેસ આના માટે પહેલાથી જ જાણિતી રહી છે. જાવડેકરે કહ્યું હતું કે, જેડીએસના અને કોંગ્રેસના પોતાના નેતાઓ પણ આ ગઠબંધનથી ખુશ નથી. જાવડેકરે કહ્યું હતું કે, ૧૦૦ કરોડ રૂપિયાના આંકડા માત્ર કાલ્પનિક છે. કોંગ્રેસ અને જેડીએસની રાજકીય હિસ્સેદારીનો આ એક ભાગ છે. અમે રાજ્યમાં સરકાર બનાવવા જઇ રહ્યા છે.

રાજ્યપાલ સમક્ષ રજૂઆત પણ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ આક્ષેપકરતા કહ્યું ચે કે, ભાજપ સરકાર બનાવવા માટે તમામ હથિયારોનો ઉપયોગ કરી રહી છે. જંગી નાણાની ઓફર કરવામાં આવી રહી છે. રાજકીય તાકાતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ટીડી રાજેગૌડાનું કહેવું છે કે, અમને બોલાવવામાં આયા હતા પરંતુ કોઇ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસના સમર્પિત કાર્યકર તરીકે છે. નાયબ મુખ્યમંત્રી બનાવવાની ઇચ્છા ઉપર કોંગ્રેસના નેતા બીકે શિવકુમારે કહ્યું હતું કે, કોઇ ચીજ માટે પુછવાનો કોઇ પ્રશ્ન નથી. અમારી પ્રાથમિકતા હાલમાં એક સેક્યુલર સરકાર બનાવવાની છે. અમારા ૭૮ સભ્યો અકબંધ છે. જેડીએસના નેતા કુમા૩સ્વામીએ અગાઉ ગંભીર આક્ષેપો કરીને ખળભળાટ મચાવી દીધો હતો. કર્ણાટકમાં હોર્સ ટ્રેડિીંગની પ્રક્રિયા જોરદારરીતે ચાલી રહી છે.

(7:46 pm IST)