Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ગોવા, મણિપુર, મેઘાલયમાં કોંગ્રેસ મોટો પક્ષ, પણ સરકાર ભાજપની!

કર્ણાટકમાં મોટા પક્ષના ગાણા ગાતા ભાજપ પોતાના 'પરાક્રમો'ને યાદ કરે...

નવી દિલ્હી તા. ૧૬ :.. કર્ણાટકની પ્રજાએ વિધાનસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશ આપ્યો છે. ભાજપ ૧૦૪ સીટોની સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. પરંતુ બહુમતથી ૮ સીટો દુર રહી ગઇ છે. બીજી બાજુ કોંગ્રેસને ૭૮ અને જેડીએસને ૩૮ સીટો મળી છે. આ ચૂંટણીના સમીકરણો ગોવા, મણીપુર અને મેઘાલય વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે મળે છે.

ત્રણ રાજયોમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી. ગોવામાં કોંગ્રેસને ૧૭ મણીપુરનાં ર૮ અને મેઘાલયમાં ર૧ સીટો મળી હતી. પરંતુ ત્રણેય રાજયોમાં તે સરકાર બનાવાના સફળ રહી. બીજી બાજૂ ભાજપે ગઠબંધન નિભાવીને સરકાર બનાવી દીધી. હવે તે રાજયપાલના વિવેક પર નિર્ભર કરે છે કે તે સૌથી મોટા પક્ષના રૂપે ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે કે કોંગ્રેસ - જેડીએસ ના ગઠબંધનને મોકો આપશે.

ગોવામાં ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. ત્યાં ૪૦ સભ્યોની વિધાનસભામાં તેને ૧૩ સીટ મળી હતી. તેને ગોવા ફોરવર્ડ પાર્ટી, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પક્ષ અને ત્રણ નિર્દળીય  સમર્થનથી સરકાર રચી.

મણિપુરમાં કોંગ્રેસે ૬૦ સભ્યોની વિધાનસભામાં ર૮ સીટો મેળવી હતી. પરંતુ સરકાર ભાજપની બની ત્યાં પણ ભાજપે ગોવાની ફોર્મ્યુલા અપનાવી તેને નગા પીપુલ્સ ફ્રર્ડ અને નેશનલ પીપુલ્સ પક્ષનું સમર્થન આપીને બહુમતનો આંકડો પુરો કરી લીધો હતો.

મેઘાલયમાં ફરી કોંગ્રેસ સરકાર બનાવામાં નિષ્ફળ ગઇ તેને ૬૦ સભ્યોની વિધાનસભામાં ર૧ સીટો મળી પરંતુ ભાજપે જુની રણનીતી અપનાવીને જેડીએસની સાથે મળીને સરકાર બનાવા માંગે છે.

(4:13 pm IST)