Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પશ્ચિમ બંગાળના ૧૯ જિલ્લાઓના ૫૬૮ બૂથ પર ફરીથી મતદાન

બેંગલુરૂ તા. ૧૬ : પશ્ચિમ બંગાળમાં ૧૯ જિલ્લાના ૫૬૮ બૂથો પર પંચાયતની ચૂંટણી ફરીવાર યોજાઇ છે. સોમવારે થયેલ ૨૦ જિલ્લા પંચાયત ચૂંટણીમાં હિંસાના બનાવો બન્યા હતા,જો કે આ ઘટનાને અનુસંધાને રાજયના ચૂંટણી આયોગે બુધવારે ફરીવાર મતદાન યોજવાનો નિર્ણય લીધો હતો.ઙ્ગ

આ મામલે બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી એ.કે સિંહએ ચૂપકીદી તોડતા જણવેલ કે રાજનૈતિક દળોના જણાવ્યા મુજબ સોમવારે થયેલ હિંસામાં ૨૦ લોકોના મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે,રાજય ચૂંટણી આયોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પહેલા કયારેય બંગાળના ૬૦૦ બૂથ પર ફરી મતદાનનો આદેશ આપવામાં આવ્યો નહોતો. જો કે વિપક્ષી દળોને આ મામલે કોઇ સંતોષ મળ્યો ન હતો.

(3:46 pm IST)