Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમિતભાઇ વિદેશ યાત્રાએ જતાં હોત તો પાંચેક દેશોમાં ભાજપ સરકાર હોત!!

આ વખતે ધારાસભ્યોની ખરીદીનું ચૂકવણું બિટકોઇનમાં કરવાનો પ્લાન છે.: સોશિયલ મીડિયામાં રમઝટ

રાજકોટ, તા.૧૬: કર્ણાકટમાં ભાજપ સતા પર આવે તેમ છે. કોણ સરકાર બનાવશે તેને લઇને સોશિયલ મીડિયામાં બંને પક્ષોની ખૂબ ફિરકી લેવાઇ હતી. લોકોએ રમૂજ, કટાક્ષ, ગુસ્સો અને પક્ષ કે પાર્ટી પ્રત્યેનો પ્રેમ પણ બતાવ્યો હતો

યેદીયુરપ્પાએ સરકાર રચવા રાજયપાલ પાસે બે દિવસનો સમય માંગ્યોઃ સ્માર્ટ મૂવ- એક દિવસ ઓનલાઇન પેમેન્ટનો અને બીજો દિવસ પેમેન્ટની રિસીપ્ટનો...

આ વખતે ધારાસભ્યો ખરીદવા જે ચૂકવાણું થશે તેનો રેલો કયાંક પણ ન આવે એ માટે બિટકોઇનમાં પેમેન્ટનો પ્લાન છે.. ગુજરાતમાં એટલે જ તોૅ બિટકોઇ ભેગા કરવામાં આવી રહ્યા છે...

ભાજપ કાર્યાલયોમાંૅ લાડુનું વિતરણ બંધ

કોંગ્રેસની કર્ણાટકમાં હારથી રાહુલ ખુશ, કેમકે હવે તેમનેૅ બીજી વખત વિશ્વેશ્વરૈયા નહીં બોલવું પડે

હવે કોગ્રેસે  નકકી કરવાનું ઇ.વી.એમ.માં ગરબડ છે કે પછી રાહુલ ગાંધીમાં

એ તો સારૂ છે કે અમિત શાહ વિદેશ પ્રવાસે જતા નથી અન્યથા આજ સુધીમાં ચાર-પાંચ દેશોમાં ભાજપની સરકાર હોત.

કેરળનો હાસ્યરસઃ કર્ણાટકની ચૂંટણીના અત્યંત સંઘર્ષમય ઉતાર ચડાવથી માનસિક અને શારીરિક રીતે થાકી ગયેલા તમામ ધારાસભ્યોને અમે 'ઇશ્વરના પોતાના જ દેશ ' (કેરળ)ના સલામત અને સુંદર રિસોર્ટમાં થાક ઉતારવા અમારૂ ભાવભીનું નિમંત્રણ છે.

(3:42 pm IST)