Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા જીયાને ભ્રષ્ટ્રાચાર મામલે જામીન યથાવત :31મી જુલાઈએ સુનાવણી

ઢાકા:બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયાને સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચાર મામલે જામીન આપ્યા છે. બાંગ્લાદેશની સર્વોચ્ચ કોર્ટે 72 વર્ષીય જીયાને હાઇકોર્ટ દ્વારા માર્ચમાં આપવામાં આવેલ જામીનનો આદેશ યથાવત રાખ્યો છે.ખાલીદા જીયા બાંગ્લાદેશના મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના પ્રમુખ પણ છે. અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટ હવે 31 જુલાઇ સુધી જીયાની અપીલ પર સુનાવાણી કરશે જેમાં જીયાએ અનાથાશ્રમ ટ્રસ્ટ મામલામાં પોતાની સજા અને પાંચ વર્ષની જેલની મુદતને ખતમકરવાની માંગ કરી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ખાલિદા જીયાને 8 ફેબ્રુઆરીએ જીયા અનાથાશ્ર્મ ટ્રસ્ટ માટે વિદેશી દાન તરીકે 21 મિલિયન ટકા (અંદાજે 250,000 અમેરિકી ડોલર)ની ગેરરીતિના મામલે 5 વર્ષ માટે જેલની સજા કરાઇ હતી. આ ટ્રસ્ટ તેમના પતિ અને આર્મી શાસક નેતા જીયા ઉર રહેમાનના નામે બનાવાયુ હતુ.આ મામલે હાઇકોર્ટે 12 માર્ચના રોજ જીયાને વચગાળાના જામીન આપ્યા હતા.પછી ભ્રષ્ટાચાર વિરોધી આયોગ અને સરકારે હાઇકોર્ટનાઆદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

 

(2:45 pm IST)