Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

૧૧ બેંકોની પરિસ્થિતિની સરકાર આવતીકાલે સમીક્ષા કરશેઃ રાજીવ

ધીરાણ-થાપણો ઉપર નિયંત્રણો લદાતા પ્રતિકુળ અસરઃ અલ્હાબાદ બેન્ક

નવી દિલ્હીઃ તા.૧૬, કેટલીક બેંકો ધીરાણ કરવા પર જે નિયંત્રણો મુકવામાં આવ્યા છે તે કામ ચલાઉ ધોરણે હોવાનો નિર્દેશ આપતા નાણાંકીય સેવાઓના સવિચ રાજીવ કુમારે જણાવ્યું છે કે પ્રોમ્પ્ટ કરેકટીવ એકશન (પીસીએ) હેઠળ જે ૧૧ જાહેર ક્ષેત્રની બેંકો છે તેમની હાલની સ્થિતિની સમિક્ષા કરવા માટેની બેઠક મે ૧૭ના રોજ મળી રહી છે.

 આ બેઠકમાં પીસીએમાંથી બહાર આવવા માટે બેંકોએ જે પગલા લીધા હશે તેના પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

 દરમિયાનમાં અલ્હાબાદ બેંકે જણાવ્યું છે કે, આરબીઆઇએ ધિરાણ આપવા તેમજ થાપણો લેવા પર લાદેલા નિયંત્રણોને લીધે બેંકોની નાણાંકીયા તંદુરસ્તી પર તેની પ્રતિકુળ અસર થઇ રહી છે.

(2:09 pm IST)