Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

માત્ર રૂ.૧૩,૪૯૯માં અમેરીકાની ફલાઇટ

નવી દિલ્હીઃ આઇસલેન્ડની રસ્તા-ભાડાની એરલાઇન વાઉ એર ભારતમાં ૭ ડિસેમ્બર ૨૦૧૮થી કામગીરી શરૂ કરશે. એરલાઇને મંગળવારે જાહેરાત કરી હતી કે તે નવી દિલ્હી અને આઇસલેન્ડના કેફલાવિક એરપોર્ટ ખાતેની પાંચ સુધી ફલાઇટ ઉડાડશે. આ ફલાઇટ ઉત્તર અમેરીકા અને યુરોપના પાંચ સ્થળોને જોડાશે. આઇસલેન્ડ, યુએસ કેનેડા અને લંડનની ઇકોનોમી કેટેગરીમાં વન-વે ટીકીટને વાઉ બેઝિક ફેર કહેવાય છે અને તેનો પ્રારંભ રુા.૧૩,૪૯૯થી થાય છે, જયારે બિઝનેસ કલાસ ફેર વાઉ પ્રીમીયમનો ભાવ રૂ.૪૬,૫૯૯થી થશે, એમ એરલાઇન કંપનીએ જણાવ્યું હતું.

(11:49 am IST)