Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

''ઉડાન'' સ્કીમ હેઠળ જેટ એરવેઝ ભાડુ ૯૬૭થી શરૂ કરશે

મુંબઇઃ  ફુલ સર્વિસ એ લાઇન જેટ એરવેઝ ૧૪ જુનથી સરકારની રિજનલ કનેકિટવિટી સ્કીમ 'ઉડાન' હેઠળ ફલાઇટ્સ શરૂ કરશે અને તેનુ ભાડુ રૂ.૯૬૭ જેટલી નીચી કિંમતથી શરૂ થશે. ઉડાન હેઠળ વિવિધ ઓપરેટર્સને કુલ ૩૨૫ રૂપ ફાળવવા માટે યોજાયેલી બિડીંગમાં જેટ એરવેઝને ચાર રૂટ મળ્યા હતા, જેમાંથી તે પ્રથમ ફલાઇટ લખનૌ-અલ્હાબાહ-પટણા સેકટર પર શરૂ કરશે. જયારે બાકીના ત્રણ રૂટમાં નવી દિલ્હી નાશિક, નાગપુર-અલ્હાબાદ-ઇન્દોર અને લખનૌ-બરેલી-દિલ્હી રૂટનો સમાવેશ થાય છે. ' ઉડે દેશ કા આમ નાગરીક' એટલે ઉડાન સ્કીમ હેઠળ એક કલાકના પ્રવાસ માટે રૂ.૨,૨૫૦૦ જેટલુ નીચું ભાડુ રાખવામાં આવ્યું છે. ઉડાન સ્કીમ હેઠળ, લખનૌ-અલ્હાબાહ- પટણા માટેનું ભાડુ ૯૬૭ રહેશે. જયારે પટણા-અલ્હાબાદ-પટણા રૂટનું ભાડુ રૂ.૧,૨૧૬ રહેશે. એમ જેટ એરવેઝે મંગળવારે જણાવ્યું હતું આવી જ રીતે, નાગપુર-અલ્હાબાહ-નાગપુર રૂટનું ભાડુ ૧૬૯૦ જયારે ઇન્દોર-અલ્હાબાદ-ઇન્દોરનું ભાડુ રૂ.૧૯૧૪ રહેશે. દિલ્હી-નાસિક-દિલ્હીનું ભાડુ રૂ.૨,૬૬૫ હશે.

(11:49 am IST)