Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ઝી ન્યુઝનો ધડાકો : સરકાર રચવા વજુભાઇએ ભાજપને આમંત્રણ આપ્યું: સત્તાવાર કોઇ જાહેરાત નથી

બેંગલુરૂ તા.૧૬: કર્ણાટકમાં સતા માટે ચાલી રહેલ રાજકીય ખેલ ઉપર રાજયપાલ વજુભાઇ વાળાએ મોડી રાત્રે પડદો પાડી દીધો છે અને ભારતીય જનતા પક્ષને કર્ણાટકમાં સરકાર રચવા આમંત્રણ આપી દીધું છે. સંભવિત જાહેર કર્યા મુજબ બી.એસ. યેદિયુરપ્પા આવતીકાલે ૧૭ મે ગુરૂવારે શપથ લેશે, વિકલ્પે શુક્રવારે મોડીરાત્રે ઝી ન્યુઝ અને 'હિન્દુસ્તાને' આ હેવાલો પ્રસિદ્ધ કર્યા છે. જોકે આ લખાય છે ત્યાં સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. શ્રી વજુભાઇ વાળાનો અને તેમના પીએ શ્રી તેજસ ભટ્ટીનો સંપર્ક સાધવા વારંવારના પ્રયાસો નિષ્ફળ ગયા હતા.

ઝી ન્યુઝના હેવાલ મુજબ સોૈથી મોટા પક્ષ તરીકે બહાર આવેલ ભાજપને સરકાર બનાવવા વજુભાઇએ નિમંત્રણ આપ્યું છે. દિલ્હીમાં આજે ભાજપની સંસદિય સમિતિની બેઠકમાં શપથનેી તારીખ અને હવે પછીની રણનીતિ (કોંગ્રેસ-જનતાદળ એસના ધારાસભ્યો કેમ ખેડવવા)  ઘડી કાઢશે તેમ જાણવા મળે છે. જોગાનુજોગ નરેન્દ્રભાઇ પણ જીવનની પ્રથમ ઐતિહાસીક ચૂંટણી (મુખ્યમંત્રી બન્યા પછી) રાજકોટથી લડયા હતા. અને કર્ણાટકના હાલના રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ તેમના માટે રાજકોટની બેઠક ખાલી કરી આપી હતી.

ભાજપ ૧૦૪ બેઠકો સાથે સોૈથી મોટો પક્ષ બન્યો છે. પણ કોંગ્રેસ અને દેવગોૈડાના પક્ષને સંયુકત રીતે ૧૧૬ બેઠક મળી છે. તેમણે સરકાર રચવા માંગણી કરેલ પણ તે ફગાવી દેવામાં આવીછે.

કોંગ્રેસે હાથમાંથી સતા જોઇ જનતા દળ (એસ) ને બહારથી બીનશરતી ટેકો આપવાનું એલાન પણ કરી દીધેલ અને જેડીએસ કુમારસ્વામી કોંગ્રેસના નેતાઓ ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે તથા સિધ્ધારમૈયા સાથે વજુભાઇ ને મળવા ગયેલા પરંતુ વજુભાઇએ અંતે ભાજપને આમંત્રણ આપ્યું હતું. તેમ ઝી ન્યુઝ નોંધે છે.

આ પુર્વે કોંગ્રેસના લીંગાયતી ધારાસભ્યોએ જેડીએસના કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવાની વાત આવતા બળવાનો સુર જાહેર કર્યો હતો.

આજે હવે ભાજપ ધારાસભ્યોની બેઠક  મળશે તેમાં પક્ષના નેતા તરીકે યેદુરપ્પાને નેતાપદે ચૂંટી કાઢવામાં આવશે.

દરમિયાન કોંગ્રેસને ડર છે કે, તેમના સંખ્યાબંધ ધારાસભ્યોને ભાજપ ખેડવી નાખશે એટલે પંજાબ મોકલવા વિચારાઇ રહયું છે.(૮.૭)

 

(11:17 am IST)