Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ફોરેક્સ માર્કેટમાં અફરાતફરી :રૂપિયો જાન્યુઆરી-2017 પછી પહેલીવાર 68ની સપાટી વટાવી : 10 વર્ષના બોન્ડની યીલ્ડ ત્રણ વર્ષની ટોચે

રાજકોટ : એક તરફ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ શરૂઆતમાં શેરબજાર ઊંચકાયા બાદ બપોરે પછી વેચવાલીના દબાણે ઊંચા મથાળેથી ઘટ્યું હતું બીજીતરફ ફોરેક્સ માર્કેટમાં પણ  ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો પ૬ પૈસાની નરમાઈમાં ૬૮.૦૭ બંધ હતો. નોંધનીય છે કે, ડોલર સામે રૂપિયો જાન્યુઆરી ર૦૧૭ પછી પ્રથમ વખત ૬૮ની સાયકોલોજિકલ સપાટી વટાવી છે.જયારે ૧૦ વર્ષના બોન્ડની યીલ્ડ ત્રણ વર્ષની ટોચે પહોંચી હતી.

આજે ફોરેક્સ માર્કેટ ભારે અફરાતફરી વચ્ચે ડોલર સામે રૂપિયો ૬૮.૧૩એ ખૂલી સેશન દરમિયાન ૬૮.૧૩ની નીચી અને ૬૭.૩૭ની ઊંચી સપાટી બનાવી અંતે પ૬ પૈસાની ખરાબીમાં ૬૮.૦૭ બંધ હતો.

(12:00 am IST)