Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટકમાં કોંગ્રેસના પરાજય બાદ સોશ્યલ મીડિયામાં

ગજબના કટાક્ષ:રાહુલને ચખાડ્યો ‘હારલે-જી’નો સ્વાદ

નવી દિલ્હી :કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસનો પરાજય થયો છે અને વધુ એક રાજ્યમાં કોંગ્રેસની સત્તા ગઈ છે સતત કોંગ્રેસના નબળા પ્રદર્શનને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ રાહુલ ગાંધીની આગેવાની પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા મીમ્સ બનાવ્યા છે. જે હાલ ખુબ વાઈરલ થયા છે. એક યુઝર્સે પારલે-જીને બદલે ‘હારલે જી’નું મીમ્સ બનાવ્યું છે.

    સોશિયલ મીડિયા પર ફની મીમ્સ, જીઆઈએફ અને સ્પૂફના ફોટો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યા છે. એક ફોટોમાં ઓવૈસીને ‘ભગવા’ રંગમાં દેખાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત કેટલાક યુઝર્સે ચૂંટણી બાદ આવેલા સર્વે અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

  વધુ એક મેમેસમાં જોવા મળે છે કર્ણાટકમાં ઓપરેશન સકસેસફૂલ થઈ ગયું છે. સરકાર બનાવવાની તૈયારી કરો. કેટલાક લોકોએ તો સીધો આક્ષેપ જ લગાવી દીધો છે કે કોંગ્રેસને બરબાદ કરવામાં ૧૦૦% રાહુલ ગાંધી નો હાથ છે..

(12:00 am IST)